(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબમાં આ વખતે ઉલટફેર દેખાતા કોંગ્રેસાના કયા મોટા નેતા ગિન્નાયો ને ટ્વીટ કરીને તાત્કાલિક શું કરવા કહી દીધુ, જાણો
એક્ઝિટ પૉલના આંકડાને ટાંકીને આ ટ્વીટ કર્યુ છે, જેમાં પંજાબમાં એક્ઝિટ પોલ (Punjab Exit Poll)માં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બની રહી છે.
Punjab Election Results 2022: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) પંજાબ (Punjab) ઉત્તરાખંડ (Uttrakhand) મણિપુર (Manipur) ગોવા (goa) રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે આવી જશે. આ પહેલા મળેલા એક્ઝિટ પૉલમાં પંજાબ માટે ઉલટફેર દેખાઇ રહ્યો હતો. હવે આ મામલે પંજાબના કોંગ્રેસ નેતા અને પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુએ મોટુ ટ્વીટ કર્યુ છે. ખાસ વાત છે કે આ ટ્વીટ પરિણામોને લઇને કરવામા આવ્યુ છે.
પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુએ એક્ઝિટ પૉલના આંકડાને ટાંકીને આ ટ્વીટ કર્યુ છે, જેમાં પંજાબમાં એક્ઝિટ પોલ (Punjab Exit Poll)માં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બની રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ (Congress) હરકતમાં આવી ગઈ છે.
પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધી (Navjot Singh Sidhu)એ પરિણામો પહેલાં જ મોટો નિર્ણય કરી લીધો છે. સિદ્ધુએ આજે સાંજે પંજબા કોંગ્રેસની લેજીસલેટિવ પાર્ટી મીટિંગ પીસીસી કાર્યલાય પર બોલાવી છે. સિદ્ધુએ ચંદીગઢમા સાંજે 5.00 વાગે આ મીટિગ બોલાવી છે.
It has been decided that the First Congress Legislative Party meeting will be held on 10th March at PPCC office (Congress Bhawan, Sector 15) at 5PM.
All newly elected @INCPunjab MLAs are requested to kindly attend. pic.twitter.com/rn4mIrD8k2 — Navjot Singh Sidhu (@sherryontopp) March 9, 2022
ગઈકાલે સાંજે ચંદીગઢમાં નવજોત સિદ્ધુના નિવાસ સ્થાને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ કાર્યરકોની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સીએમ ચન્ની, કોંગ્રેસના નેતા અજય માકન, પવન ખેડા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો---
NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર
CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત