શોધખોળ કરો
Advertisement
પંજાબમાં લઠ્ઠો પીવાથી 86 લોકોનાં મોત, અનેક અધિકારીઓ સસ્પેન્ડ, 25ની ધરપકડ
આ ઘટના બાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની સરકારે કડક કાર્યવાહી કરતા 7 આબકારી અધિકારી અને 6 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધાં છે.
ચંદીગઢ: પંજાબમાં લઠ્ઠો(ઝેરી દારુ) પીવાથી મરનારની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં આ ઘટનામાં અત્યાર સુધી 86 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 48નાં માત્ર શનિવારે જ મોત થયા હતા.
આ ઘટના બાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની સરકારે કડક કાર્યવાહી કરતા 7 આબકારી અધિકારી અને 6 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધાં છે. પંજાબ સરકારે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ પંજાબ પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડી 25 લોકોની ધરપકડ કરી છે.
આ મામલે રાજનીતિક આરોપ પણ લાગી રહ્યાં છે. પંજાબના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કૉંગ્સે સરકાર પર ગેરકાયદેસર શરાબ વેચનારાઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. સુખબીર સિંહે આરોપ લગાવ્યો કે, આ ઘટના પંજાબ સરકારની બેદરકારી અને સંરક્ષણના કારણે બની છે.
બાદલે આને હત્યા ગણાવતા આ મામવે દોષિતોની ધરપકડ કરવાની માંગ કરી છે. મેજિસ્ટ્રેટ તપાસના બદલે હાઈકોર્ટના જજના નેતૃત્વમાં સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion