Mohali MMS Sacndal: ચંડીગઢ યુનિવર્સિટીએ કહ્યુ- કોઇ પણ વિદ્યાર્થીનીએ નથી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વિદ્યાર્થીનીઓના વીડિયો પર કર્યો આ દાવો
પંજાબના મોહાલીની ચંડીગઢ યુનિવર્સિટીએ સાત વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના રિપોર્ટને ફગાવી દીધા હતા
Mohali: પંજાબના મોહાલીની ચંડીગઢ યુનિવર્સિટીએ સાત વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના રિપોર્ટને ફગાવી દીધા હતા. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે સત્ય એ છે કે કોઈ છોકરીએ આવો પ્રયાસ કર્યો નથી. તેમનું કહેવું છે કે એક પણ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. પોલીસે આ કેસમાં વીડિયો બનાવનાર વિદ્યાર્થીનીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે હવે યુનિવર્સિટી કેમ્પસમાં શાંતિ છે.
ચંડીગઢ યુનિવર્સિટીએ શું કહ્યું
યુનિવર્સિટીએ કહ્યું છે કે વિદ્યાર્થિનીઓનો વાંધાજનક વીડિયો શૂટ કરવામાં આવી રહ્યો હોવાની અફવા સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે. તેમનું કહેવું છે કે કોઈપણ વિદ્યાર્થીનો એવો કોઈ વીડિયો મળ્યો નથી, જે વાંધાજનક હોય. તેનું કહેવું છે કે માત્ર એક જ વીડિયો મળ્યો છે, જે તે વિદ્યાર્થીનો છે, જે તેણે તેના પ્રેમી સાથે શેર કર્યો છે.
All the rumors of objectionable videos shot of other girl students are totally false and baseless. No videos were found of any student which are objectionable except a personal video shot by a girl which was shared by her with her boyfriend: Chandigarh University
— ANI (@ANI) September 18, 2022
પોલીસે શું કર્યો દાવો?
મોહાલીના પોલીસ વડાએ પણ યુનિવર્સિટી પ્રશાસન જેવો જ દાવો કર્યો છે. મોહાલીના એસએસપી વિવેકશીલ સોનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઘણી છોકરીઓના વીડિયો બનાવવામાં આવ્યા છે તે ખોટું છે.તેમણે કહ્યું કે અમારી તપાસમાં આવો બીજો કોઈ વીડિયો સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે પોતે આરોપી વિદ્યાર્થીનો છે. તેમણે કહ્યું કે પોલીસે એફઆઈઆર નોંધીને એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટીમાં હવે સ્થિતિ શાંત છે.
Punjab | Preliminary investigation reveals that a woman student made a video. SSP Mohali is conducting a thorough investigation. Culprits will not be spared. Appeal to students and their parents to maintain calm: DIG Ropar Range, Gurpreet Bhullar on Chandigarh University matter pic.twitter.com/ObbprBW4V7
— ANI (@ANI) September 18, 2022
શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં મોહાલીની ચંડિગઢ યુનિવર્સિટીના કેટલીક વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં રહેતી ઘણી છોકરીઓના વાંધાજનક વીડિયો બનાવીને તેના મિત્રને આપ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીના મિત્રએ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ આરોપને લઈને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં દેખાવો કર્યા હતા.