Punjab :અમૃતપાલ સિંહને લઈ છેક અસમમાં હલચલ તેજ, એરફોર્સ એક્શન મોડમાં
ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહને લઈને પંજાબથી લઈને છેક અસમ સુધી ભારે હિલચાલ જામી છે. અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પંજાબ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.
![Punjab :અમૃતપાલ સિંહને લઈ છેક અસમમાં હલચલ તેજ, એરફોર્સ એક્શન મોડમાં Punjab : New Story in Assam in The Case of Khalistani Separatist Amritpal Singh Punjab :અમૃતપાલ સિંહને લઈ છેક અસમમાં હલચલ તેજ, એરફોર્સ એક્શન મોડમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/711820aaefa9df815f4a3eb8a716b9b5167923015888278_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Air Force : ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહને લઈને પંજાબથી લઈને છેક અસમ સુધી ભારે હિલચાલ જામી છે. અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પંજાબ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. જ્યારે બીજી બાજુ ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહના ટોચના ધરપકડ કરાયેલા ચાર સહયોગીઓને ડિબ્રુગઢ લઈ જવામાં આવ્યા છે. આ માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી હોવાનું સામે આવતા અંદાજ લગાવી શકાય કે, આ મુદ્દો કેટલો ગંભીર છે.
ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એરફોર્સનું એક વિશેષ વિમાન અમૃતપાલ સિંહના ટોચના કાર્યકર્તાઓને સઘનસુરક્ષા ધરાવતી ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ ઉપલા આસામમાં લઈ ગયું છે. ચાર કટ્ટરપંથીઓની સાથે પંજાબ પોલીસની 30 સભ્યોની ટીમ હતી, જેમાં તેના ઇન્સ્પેક્ટર જનરલ, જેલનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારતીય વાયુસેનાના AN32 વિમાનમાં અમૃતસરથી ઉડાન ભરી હતી અને જોરહાટ થઈને ડિબ્રુગઢ પહોંચ્યા હતાં. ડિબ્રુગઢ અને જોરહાટ બંને મુખ્ય એરફોર્સ બેઝ છે. અમૃતપાલ સિંહ હજુ ફરાર છે. આ મામલે કેન્દ્ર, પંજાબ અને આસામ સરકારો વચ્ચે મોટા પાયે સંકલિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જલ્લુપુર ખૈરાની બહાર ભારે જવાનો તૈનાત
ડિબ્રુગઢ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પોલીસ અધિક્ષકે કડક સુરક્ષા વચ્ચે મોહનબારી એરપોર્ટ પર ટીમનું સ્વાગત કર્યું હતું. ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ ઉત્તરપૂર્વ ભારતની સૌથી જૂની જેલોમાંની એક છે. તે ભારે કિલ્લેબંધી ધરાવે છે અને આસામમાં ઉલ્ફા વિદ્રોહની ટોચ દરમિયાન ટોચના આતંકવાદીઓને અહીં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંજાબ પોલીસે અત્યાર સુધીમાં અમૃતપાલ સિંહના સંગઠન 'વારિસ પંજાબ દે'ના 78 સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ઘણા લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તેના પિતાને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે અને અમૃતસરમાં તેના ગામ જલ્લુપુર ખૈરાની બહાર પોલીસ અને અર્ધલશ્કરી દળોની ભારે તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ઉન્માદી વીડિયો પર થશે આકરી કાર્યવાહી
જલંધર પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહલે કહ્યું હતું કે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકોમાં અમૃતપાલ સિંહના છથી સાત બંદૂકધારીઓનો સમાવેશ થાય છે. સ્વયંભૂ ઉપદેશકના નજીકના સાથી દલજીત સિંહ કલસીની પણ આજે સવારે હરિયાણાના ગુડગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 2 માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અમૃતપાલ સિંહની ધરપકડની યોજના પર ચર્ચા કરી હતી. અમૃતપાલ સિંહના સહાયકોએ તેમના સમર્થકોને પોલીસ દ્વારા ઘેરાયેલા ગામમાં એકઠા થવા વિનંતી કરતા ઉગ્ર વિડિયો ફરતા કર્યા બાદ શનિવારે સમગ્ર પંજાબમાં ઈન્ટરનેટ અને એસએમએસ કેટલાક સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. આ કારણોસર સોમવારે બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને SMS પરનો પ્રતિબંધ વધુ એક દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)