Punjab News: વિજિલન્સ બ્યૂરોએ AAP ધારાસભ્ય અમિત રતનની કરી ધરપકડ, થોડા સમય અગાઉ થઇ હતી PAની ધરપકડ
આ પહેલા 16 ફેબ્રુઆરીએ તેમના પીએની ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સની ટીમે તેને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો.
Punjab News: વિજિલન્સ બ્યૂરોએ ભઠિંડા દેહાતમાંથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમિત રતન કોટફટ્ટાની ધરપકડ કરી છે. આ પહેલા 16 ફેબ્રુઆરીએ તેમના પીએની ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સની ટીમે તેને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો. પીએ રેશમ ગર્ગ રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. અહેવાલો અનુસાર, પીએએ ગુડ્ડા ગામના સરપંચ પાસેથી લાંચ માંગી હતી. આ પૈસા બિલ પાસ કરવા માટે માંગવામાં આવ્યા હતા.
ટીમે છટકું ગોઠવ્યું હતું
આ પછી સરપંચે તેની ફરિયાદ કરી ત્યારબાદ ટીમ ત્યાં પહોંચી અને પીએને પકડવા માટે છટકું ગોઠવ્યું. જ્યારે સરપંચે પીએ સાથે લેવડદેવડ અંગે વાત શરૂ કરતાં વિજિલન્સ ટીમે સ્થળ પર પહોંચીને પીએને રંગે હાથે પકડી લીધો હતો. ફરિયાદ બાદ વિજિલન્સે પીએની ધરપકડ કરી હતી. વિજિલન્સ ડીએસપી સંદીપ સિંહના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીએએ ધરપકડથી બચવા ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ધારાસભ્યને ક્લીનચીટ
વિજિલન્સે આ મામલે ધારાસભ્ય અમિત રતનની પણ પૂછપરછ કરી હતી. ત્યારથી ભાજપે AAP ધારાસભ્યની ધરપકડની માંગણી શરૂ કરી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી અને સત્તાધારી AAPના સમર્થકોમાં પણ આ અંગે ચર્ચા ચાલી હતી. અહેવાલો અનુસાર, ધારાસભ્યને બાદમાં આ મામલે ક્લીનચીટ આપવામાં આવી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે રેશમ તેમનો પીએ નથી.
આ સંદર્ભે, વિજિલન્સ બ્યુરોએ આરોપી વિરુદ્ધ ભઠિંડા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. નોંધનીય છે કે ગત પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અમિત રતન કોટફટ્ટા આમ આદમી પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.
MCD Mayor Election 2023:AAPએ ભાજપને આપી માત, આમ આદમી પાર્ટીની શૈલી ઓબેરોયે બની મેયર
MCD Mayor Election 2023: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીના બે મહિના બાદ નવા મેયરની પસંદગી થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયે મોટી જીત નોંધાવી છે.
દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDને તેનો નવો મેયર મળ્યો છે.મેયર પદ માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. શેલી ઓબેરોયને 150 વોટ મળ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રેખા ગુપ્તાને હરાવ્યા છે. મેયરની ચૂંટણીમાં ભાજપને વધુ ત્રણ વોટ મળ્યા હતા. ભાજપના કાઉન્સિલરો, સાંસદો અને એક નામાંકિત ધારાસભ્ય સહિત, કુલ સંખ્યા 113 હતી, જ્યારે તેમને 116 મત મળ્યા હતા. કોંગ્રેસે મતદાનનો બહિષ્કાર કર્યો હતો પરંતુ કોંગ્રેસના 9 કાઉન્સિલરોમાંથી એક કાઉનસલર શીતલે મતદાનમાં ભાગ લીધો હતો.
શૈલી ઓબેરોય દિલ્હીની પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી કાઉન્સિલર છે. 39 વર્ષીય શૈલી ઓબેરોય વ્યવસાયે પ્રોફેસર છે. શૈલી ઓબેરોયે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યાં કાઉન્સિલરો પ્રથમ વખત ચૂંટાયા છે. શૈલી ઓબેરોય માત્ર 269 મતોથી ચૂંટણી જીત્યા હતા. તેમણે પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86માંથી ભાજપના દિપાલી કપૂરને હરાવ્યા હતા.