
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

સરકારે બુધવારે જણાવ્યું હતું કે તેણે સાયબર ગુનાઓને અંકુશમાં લેવાના પ્રયાસમાં 15 નવેમ્બર, 2024 સુધી 6.69 લાખ સિમ કાર્ડ અને 1,32,000 IMEI નંબરને 'બ્લોક' કર્યા છે. મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે કાયદો લાગુ કરનારી એજન્સીઓ અને ન્યાયિક અધિકારીઓની ક્ષમતાઓને અપગ્રેડ કરવાની સાથે સાયબર ગુનાઓના ઉકેલ માટે વ્યાપક રણનીતિના ભાગરૂપે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
9.94 લાખ ફરિયાદોનું નિરાકરણ- સરકાર
કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલે 9.94 લાખ ફરિયાદોના નિરાકરણ દ્વારા 3,431 કરોડ રૂપિયાથી વધુની બચત કરવામાં મદદ કરી છે.
'સિટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ' સાયબર ક્રાઇમની ઘટનાઓને આગળની કાર્યવાહી માટે સંબંધિત રાજ્ય-સ્તરની કાયદા અમલીકરણ એજન્સીઓને આગળની કાર્યવાહી માટે મોકલે છે. ‘Cybercrime.gov.in’ પોર્ટલનો ઉદ્દેશ્ય નાણાકીય છેતરપિંડીઓની તાત્કાલિક જાણ કરવા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ભંડોળના ગેરઉપયોગને રોકવાનો છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી બી એલ વર્માએ એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાકીય સાયબર ગુનાઓ સામે લડવામાં પોર્ટલની અસરકારકતા પર પ્રકાશ પાડ્યો હતો.
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોર્ટલ અને તેના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1930ને જાહેર કરવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
દેશમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે
નોંધનીય છે કે દેશમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારાઓ નવી રીતે લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત તેઓ તેમના પ્રયત્નોમાં સફળ થાય છે અને લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આને અવગણવા માટે સરકાર લોકોને જાગૃત કરવા માટે સમયાંતરે ઝૂંબેશ ચલાવતી રહે છે જેથી કરીને સાયબર છેતરપિંડીથી થતા નુકસાનને ઘટાડી શકાય.
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
