Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
ભાજપ સાંસદોએ કોંગ્રેસ પાર્ટી પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે તેના પર પડ્યો હતો, જેના પછી તે નીચે પડી ગયો હતો અને તેના માથા પર ઈજા થઈ હતી.
આ સિવાય કોંગ્રેસે દાવો કર્યો છે કે, બાબાસાહેબ આંબેડકરના અપમાનનો વિરોધ કરી રહેલા મલ્લિકાર્જૂન ખડગે અને પ્રિયંકા ગાંધી સાથે ભાજપના સાંસદોએ સંસદના મકર ગેટ પર ધક્કો માર્યો હતો.
બીજેપી સાંસદ પ્રતાપચંદ્ર સારંગીએ કહ્યું, "રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડ્યો અને હું નીચે પડી ગયો. હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધી આવ્યા અને એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડ્યો હતો." વળી, પ્રતાપ સારંગીની તબિયત લથડી છે. જે બાદ તેમને એમ્બ્યૂલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.