પોલીસને ચકમો આપીને ફરી ઇંગ્લેન્ડ ભાગી રહી હતી કિરણદીપ કૌર, પરંતુ એરપોર્ટ પર થયું એવું કે......
ત્રીજીવાર ઈંગ્લેન્ડ જતાં રોકવામાં આવ્યા પર પ્રતિક્રિયા આપતા કિરણદીપ કૌરે કહ્યું કે કાયદા અનુસાર મારે 180 દિવસ પહેલા મારા દેશમાં પ્રવેશ કરવો પડે છે.
![પોલીસને ચકમો આપીને ફરી ઇંગ્લેન્ડ ભાગી રહી હતી કિરણદીપ કૌર, પરંતુ એરપોર્ટ પર થયું એવું કે...... Punjab News: amritpal singh's wife kirandeep kaur stopped from boarding flight to england at igi airport delhi પોલીસને ચકમો આપીને ફરી ઇંગ્લેન્ડ ભાગી રહી હતી કિરણદીપ કૌર, પરંતુ એરપોર્ટ પર થયું એવું કે......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/20/72aaa012504dbc1dccd69030de0f54de168983046982077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab News: આસામની ડિબ્રુગઢ જેલમાં સજા ભોગવી રહેલા વારિસ પંજાબ દેના (Waris Punjab De) ચીફ અમૃતપાલ સિંહની (Amritpal Singh) પત્ની કિરણદીપ કૌરને ફરી એકવાર વિદેશ ભાગવાની ફિરાકમાં ઝડપાઇ ગઇ છે, કિરણદીપ કૌર (Kirandeep Singh) ફરી એકવાર ઈંગ્લેન્ડ ભાગી રહી હતી અને આ દરમિયાન તેને પકડી પાડવામાં આવી હતી. કિરણદીપ કૌર ફ્લાઇટ પકડવા માટે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) (IGI Airport) પહોંચી હતી. આ પહેલા પણ તેને બેવાર ઈંગ્લેન્ડ જતા અટકાવી દેવાઇ હતી. કિરણદીપ કૌરને 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી.
ઘરે પાછા જવાને ભાગવાનું નથી કહી શકતા -
ત્રીજીવાર ઈંગ્લેન્ડ જતાં રોકવામાં આવ્યા પર પ્રતિક્રિયા આપતા કિરણદીપ કૌરે કહ્યું કે કાયદા અનુસાર મારે 180 દિવસ પહેલા મારા દેશમાં પ્રવેશ કરવો પડે છે. અગાઉ એપ્રિલમાં પણ જ્યારે તે ઈંગ્લેન્ડ જવાની હતી ત્યારે એવી વાતો ઉડી હતી કે, તે ઈંગ્લેન્ડ ભાગી રહી છે, ઘરે પાછા જવું તેને ભાગી ના કહેવાય. કિરણદીપ કૌરે કહ્યું કે બ્રિટિશ નાગરિક હોવાના કારણે તેના પર પણ નિયમો લાગુ પડે છે. અગાઉ તેને ઈંગ્લેન્ડ જવા માટે 14 જુલાઈએ ફ્લાઈટ બુક કરાવી હતી, તેને કહ્યું કે મને પહેલા કહેવામાં આવ્યું હતું કે તેના જવામાં કોઈ સમસ્યા નહીં નડે, પછી તેને બૉર્ડિંગના થોડા કલાકો પહેલા રોકી દેવામાં આવી હતી, જે બાદ તેને થોડા દિવસો રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને 18 જુલાઈએ ફરી ફ્લાઈટ બુક કરાવી હતી.
અંતિમ સંસ્કારમાં સામેલ નથી દેવા માંગતા -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણદીપ કૌરનું કહેવું છે કે ઓફિશિયલ્સ નથી ઈચ્છતા કે તે અવતાર સિંહ ખંડાના અંતિમ સંસ્કારમાં સામેલ થાય. કારણ કે સુરક્ષા એજન્સીઓને શંકા છે કે તે ત્યાં કોઈ હિલચાલ કે ભાષણ કરી શકે છે, એટલા માટે સરકાર અને સુરક્ષા એજન્સીઓ તેમને ઈંગ્લેન્ડ જતા રોકી રહી છે. તેને કહ્યું કે તે ફક્ત તેના પરિવારને મળવા જવા માંગે છે, તે થોડા અઠવાડિયા રોકાયા પછી પાછી આવશે. તેનો ત્યાં અટકવાનો કોઈ ઈરાદો નથી. કિરણદીપ કૌરે કહ્યું કે તેમની પ્રાથમિકતા તેમના પતિ અમૃતપાલ સિંહ છે. અધિકારીઓએ તેને એલઓસી બતાવ્યા વગર જ અટકાવી દીધી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)