શોધખોળ કરો
Advertisement
રાફેલ વિવાદ: PM મોદીના જૂઠાણાંને છુપાવવા રક્ષામંત્રી સંસદમાં ખોટું બોલ્યા, રાજીનામું આપે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: રાફેલ વિવાદને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી રક્ષામંત્રીના તે દાવાને ખોટો ગણાવ્યો છે કે જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્લ લિમિટેડ (HAL)ને એક લાખ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો દાવો કર્યો છે. રાહુલ કહ્યું કે રક્ષા મંત્રી આવતીકાલે સંસદમાં તે અંગેના દસ્તાવેજો રજૂ કરવા જોઈએ, નહીંતર રાજીનામું આપે. રાહુલ ગાંધીએ એક અંગ્રેજી સમાચારપત્રના રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો છે કે નિર્મલા સીતારમણે સંસદમાં જૂઠનો સહારો લીધો છે.
રાહુલે ટ્વિટ કર્યું કે, "જ્યારે તમે ખોટું બોલો છો તો તેને છુપાવવા માટે તમારે અનેક ખોટું બોલવાથી બચવું જોઈએ. વડાપ્રધાનના રાફેલના જૂઠાણાંને સાચા સાબિત કરવા માટે રક્ષા મંત્રી સંસદમાં ખોટું બોલ્યાં. રક્ષામંત્રી આવતીકાલે સંસદમાં દસ્તાવેજો રજૂ કરે નહીં તો રાજીનામું આપે"
નોંધનીય છે કે, ગત શુક્રવારે રાફેલ મામલે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના આરોપને ખોટા ગણાવાતા રક્ષામંત્રીએ ક્યું હતું કે રાફેલ વિમાન રક્ષા જરૂરિયાત સાથે જોડાયેલ છે. સીતારમણે કહ્યું કે વર્તમાન સરકાર વધુ સારી શરતોના આધાર પર સમય સાથે ઉડાન ભરવાની સ્થિતિવાળા 18 વિમાનોની તુલનામાં 36 વિમાન ખરીદવાની ડિલ 9 ટકા ઓછી કિંમત પર કર્યો.When you tell one lie, you need to keep spinning out more lies, to cover up the first one. In her eagerness to defend the PM's Rafale lie, the RM lied to Parliament. Tomorrow, RM must place before Parliament documents showing 1 Lakh crore of Govt orders to HAL. Or resign. pic.twitter.com/dYafyklH9o
— Rahul Gandhi (@RahulGandhi) January 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement