શોધખોળ કરો
Advertisement
સાત કલાકની ઉડાન બાદ UAE પહોંચ્યા રાફેલ વિમાન, બુધવારે અંબાલામાં થશે લેન્ડિંગ
ભારતે વાયુસેના માટે 36 રાફેલ વિમાન ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ સાથે 59 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
નવી દિલ્હીઃ રાફેલ લડાકુ વિમાનનો પ્રથમ જથ્થામાં પાંચ વિમાન ફાન્સથી ભારત માટે રવેના થઈ ગયા છે. ફ્રાન્સના શહેર બોર્ડેઓસ્કમાં વાયુસાના બેસથી રવાના થયેલ વિમાન લગભગ 7000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને બુધવારે અંબાલા વાયુસેના એરબેસ પર પહોંચ્યા. હાલમાં વિમાન યૂએઈમાં છે.
અધિકારીઓએ સાંજે કહ્યું કે, તમામ પાંચેય રાફેલ વિમાન અંદાજે સાત કલાકની ઉડાન બાદ યૂએઈના અલ દાફરા એરબેસ પર સુરક્ષિત ઉતર્યા છે.
ભારતે વાયુસેના માટે 36 રાફેલ વિમાન ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ સાથે 59 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વાયુસેનામાં રાફેલ સામેલ થવાથી તેની યુદ્ધ ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થવાની આસા છે. ભારતને આ લડાકુ વુમાન એવા સમયે મળી રહ્યા છે જ્યારે પૂર્વ લદ્દાખમાં સરહદ મુદ્દે ચીન સાથે ગતિરોધ ચાલી રહ્યો છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 10 વિમાનોની ડિલિવરી સમય પર પૂરી થઈ ગઈ છે અને તેમાંથી પાંચ વિમાન ટ્રેનિંગ મિશન માટે ફ્રાન્સમાં જ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ 36 વિમાનની ડિલિવરી 2021ના અંત સુધી પૂરી થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion