શોધખોળ કરો

Rahul Bajaj Passes Away: ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરે નિધન

બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો.

Rahul Bajaj Death: બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. રાહુલ બજાજ મારવાડી બિઝનેસમેન પરિવારમાંથી હતા. રાહુલ બજાજે લાંબા સમય સુધી બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1965માં તેમણે બજાજની કમાન પોતાના હાથમાં લીધી.

રાહુલ બજાજ લગભગ 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન હતા. વર્ષ 2001માં તેમને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહુલ બજાજ સ્વતંત્રતા સેનાની જમનાલાલ બજાજના પૌત્ર હતા. તેણે પોતાનો અભ્યાસ દિલ્હીમાં જ સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી કર્યો હતો, જોકે કાયદાની ડિગ્રી મેળવવા તે મુંબઈ પહોંચી ગયા હતા.

રાહુલ બજાજના નેહરુ પરિવાર સાથે ત્રણ પેઢીઓથી ગાઢ પારિવારિક મૈત્રીપૂર્ણ સંબંધો હતા. રાહુલના પિતા કમલનયન અને ઈન્દિરા ગાંધીએ થોડો સમય એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો. તે તેમનો કાર્યકાળ હતો જેમાં બજાજ ટોચની સ્કૂટર નિર્માતા બની હતી. વર્ષ 2005 દરમિયાન રાહુલે પોતાના પુત્રના હાથમાં કંપનીની જવાબદારીઓ આપવાનું શરૂ કર્યું અને પુત્રને કંપનીનો એમડી બનાવ્યો.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું, 'ઉદ્યોગપતિ, પરોપકારી અને બજાજના પૂર્વ અધ્યક્ષ રાહુલ બજાજને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા રાહુલ બજાજ સાથે મારા ઘણા વર્ષોથી અંગત સંબંધ છે. છેલ્લા પાંચ દાયકાથી બજાજ ગ્રુપનું નેતૃત્વ કરી રહેલા રાહુલ જીએ ઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને શક્તિ આપે. મુંબઈ કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે રાહુલ બજાજના પરિવાર અને મિત્રો સાથે અમારી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

તે તેમનો કાર્યકાળ હતો, જેમાં બજાજની સ્કૂટર નિર્માતા ટોચની કંપની બની હતી. વર્ષ 2005 દરમિયાન રાહુલે પોતાના પુત્રના હાથમાં કંપનીની જવાબદારીઓ આપવાનું શરૂ કર્યું અને પુત્રને કંપનીનો એમડી બનાવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી

Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર

વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ

હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર

ABP Premium

વિડિઓઝ

Gujarat Heatwave: આજે રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, આજે ગરમી મચાવશે કહેરAhmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધTrain Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવોUSA Vs Canada Tariff War: કેનેડાના વળતા જવાબથી અકળાયા ટ્રમ્પ, USAના ચાર રાજ્યોમાં અંધારપટ્ટનું જોખમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ

UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી

Airtel બાદ હવે Reliance Jioએ કર્યા Starlink સાથે કરાર, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ

Rishabh pant sister wedding: ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીના ડાન્સે લૂંટી મહેફિલ, વીડિયો થયો વાયરલ

Embed widget