વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો

મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે હવેથી મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલના બદલે સિંગતેલ વાપરવામાં આવશે. કુપોષણની ફરિયાદો વધતા મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ નિર્ણય લીધો હતો.
મધ્યાહન ભોજનનો મુદ્દો ઉઠ્યો ગૃહમાં
સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્યએ મધ્યાહન ભોજન અંગે સવાલો ઉઠાવ્યા હતા. મધ્યાહન ભોજનમાં બાળક દીઠ ખર્ચ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકાર તરફથી શિક્ષણમંત્રીએ કોંગ્રેસ ધારાસભ્યના સવાલનો જવાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બાલવાટિકાથી ધો. 5 સુધી બાળક દીઠ રૂપિયા 8.19 રૂપિયા મટીરીયલ કોસ્ટ થાય છે. જ્યારે ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ દીઠ મટીરીયલ કોસ્ટ રૂપિયા 11.66 ચૂકવાય છે.
RTE અંતર્ગત એડમિશનને લઈ ભાજપના જ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલે RTE એડમિશનને લઈ ગૃહમાં દાવો કર્યો હતો કે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને ઘરથી દૂર એડમિશન અપાતા વાલીઓને પોસાતું નથી. જેના પર શિક્ષણમંત્રીએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની અમને ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા જ કાર્યવાહી કરવાનો શિક્ષણમંત્રીએ દાવો કર્યો હતો.
ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જાહેર થયેલી ડ્રાફ્ટ જંત્રીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહમાં આગામી દિવસોમાં જંત્રીની અમલવારીને લઇને સવાલ-જવાબ થયા હતા, આ પછી હવે ગુજરાતમાં ડ્રાફ્ટ જંત્રીના ઘટાડા સાથે સરકાર અમલવારી તે અંગે માહિતી સામે આવી છે. આગામી એપ્રિલ 2025થી આ નવી જંત્રીની અમલવારી થઈ શકે છે. ખાસ વાત છે કે, માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં જ ફાઈનલ જંત્રી જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મુદ્દે આગામી દિવસોમાં મુખ્યમંત્રી સ્તરે જંત્રી મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે. અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો ડ્રાફ્ટ જંત્રી અંગે સરકારને મળ્યા છે, જેમાં 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે, અને 1700 જેટલા સૂચનો જંત્રી વધારવાના મળ્યા છે. ગૃહમાં ગુજરાત સરકારે ડ્રાફ્ટ જંત્રી અંગે મોટુ અપડેટ આપ્યુ છે.





















