શોધખોળ કરો

Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ, લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું

રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે.

Rahul Gandhi: રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e) અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ લેવામાં આવ્યો છે.

લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે. રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્ય ચૂંટણી અધિકારી, કેરળ, લાયઝન ઓફિસર, ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ, સંસદ ભવનની એનેક્સી, NDMC સચિવ, ટેલિકોમને એક-એક નકલ તથા સંપર્ક અધિકારી અને લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

શું છે મામલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટમાં હાજર થયા હતા, કોર્ટે તેમને દોષિત જાહેર કરીને બે વર્ષની સંજા ફટકારીને દંડ કર્યો. જે બાદ રાહુલ ગાંધીએ અપીલમાં જવા માટે મુદત માંગી હતી અને જામીન પણ મળી ગયાં હતા. રાહુલ ગાંધી સાથે કે.સી.વેણુગોપલ પણ સુરત કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરિટ પાનવાલા પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનારા ભાજપ નેતા પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.

 સુરત કોર્ટમાં ભાજપના પુર્વ પ્રમુખ પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના એક ભાષણમાં ઉપયોગ મોદીના કરેલા ઉપયોગ બાદ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ કેસ કરનારા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના ભાષણમાં દરેક ચોરની અટક મોદી હોય છે તેવું કહ્યું હતું તેના કારણે મોદી સમાજની બદનામી થતી હતી તેનાથી નારાજ થઈને અમે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો. આ કોઈ રાજકીય મુદ્દો નથી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને અમે આવકારીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget