શોધખોળ કરો
નવેમ્બરમાં ગુજરાત આવી શકે છે રાહુલ ગાંધી, આદિવાસી યાત્રામાં લઈ શકે ભાગ

નવી દિલ્લી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નવેમ્બરમાં ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. આદિવાસી યાત્રામાં જોડાવવા માટે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ યાત્રા 19 નવેમ્બરે અંબાજી થી શરુ થશે. અને બાર દિવસમાં 14 જિલ્લાઓ ફરશે યાત્રા. આ યાત્રામાં 38 વિધાનસભા મતક્ષેત્ર આવરી લેવામાં આવશે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ આ યાત્રા કરવાની છે. હાલ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશમાં રોડ શો અને ખાટલા સભા કરી રહ્યા છે.
વધુ વાંચો





















