શોધખોળ કરો
Advertisement
રાહુલે કહ્યુ- પાર્ટી શોધે નવો અધ્યક્ષ, રાજીનામું આપવાનો નિર્ણય નહી બદલું
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કરનારા રાહુલે નવા ચૂંટાયેલા સાંસદોને મળવાનો ઇનકાર કરી દીધો હતો.
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાર્ટીએ નવો અધ્યક્ષ શોધવો પડશે કારણ કે તેઓ રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય બદલશે નહીં. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કરનારા રાહુલે નવા ચૂંટાયેલા સાંસદોને મળવાનો ઇનકાર કરી દીધો હતો.
સૂત્રોએ કહ્યું કે, અનેક નેતાઓ દ્ધારા મનાવવા છતાં રાહુલ પોતાના નિર્ણય બદલ્યો નથી. પાર્ટીએ કહ્યુ હતું કે, રાહુલના રાજીનામાને કોગ્રેસ વર્કિગ કમિટીએ ફગાવી દીધું છે.સોમવારે રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી અને કહ્યુ હતું કે, પોતાનો નિર્ણય નહી બદલે, પાર્ટીએ નવો અધ્યક્ષ શોધવાનું શરૂ કરી દેવું જોઇએ.કોગ્રેસે એક નિવેદનમાં કહ્યુ હતું કે, તે પાર્ટીના બંધ રૂમમાં થનારી બેઠકોની પવિત્રતાનું સન્માન કરો અને કોઇ પ્રકારની અફવાઓ પર ધ્યાન ના આપો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion