શોધખોળ કરો
Advertisement
રાજીનામું આપવા પર અડગ રાહુલ ગાંધી કહ્યું- હાર બાદ કોઈ મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષે હારની જવાબદારી ન સ્વીકારી
પોતાનું રાજીનામું આપવા માટે અડગ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એ વાતનું દુખ છે કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેમણે પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી, પરંતુ ત્યારબાદ કોઈપણ મુખ્યમંત્રી, મહાસચિવ કે પ્રદેશ અધ્યક્ષોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું ન આપ્યું.
નવી દિલ્હી: પોતાનું રાજીનામું આપવા માટે અડગ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એ વાતનું દુખ છે કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેમણે પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી, પરંતુ ત્યારબાદ કોઈપણ મુખ્યમંત્રી, મહાસચિવ કે પ્રદેશ અધ્યક્ષોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું ન આપ્યું.
આ વાત રાહુલ ગાંધીએ બુધવારે યૂથ કૉંગ્રેસની બેઠકમાં કાર્યકર્તાઓ અને નેતાઓને કહી હતી. પોતાનું દુખ વ્યક્ત કરતા તેમણે યૂથ કૉંગ્રેસને કહ્યું, હું રાજીનામું પરત નહી લઈશ, પરંતું તમે ચિંતા ન કરશો. હું ક્યાંય નથી જવાનો. તમારી લડાઈ મજબૂતીથી લડીશ.
બુધવારે યૂથ કૉંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના ઘરની સામે ભેગા થયા હતા. કાર્યકર્તાઓની માંગ હતી કે રાહુલ ગાંધી રાજીનામું ન આપે અને કૉંગ્રેસ અધ્યક્ષ પદ પર રહે.
યૂથ કૉંગ્રેસના એક નેતાએ કહ્યું, સર, આ સામૂહિક હાર છે, બધાની જવાબદારી બને છે તો માત્ર તમારૂ રાજીનામું કેમ? રાહુલ ગાંધીએ કહ્યું મને એ વાતનું દુખ છે કે મારા રાજીનામા બાદ કોઈ પણ મુખ્યમંત્રી, મહાસચિવ કે પ્રદેશ અધ્યક્ષોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું ન આપ્યું.
જાપાનમાં PM મોદીએ કહ્યુ- દુનિયામાં અવસરોનું ‘ગેટવે’ બન્યું ભારત, તમામ વિશ્વાસે આપી તાકાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
Advertisement