થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
31 ડિસે.ની પાર્ટીમાં દારૂ ઢીંચનારા પર પોલીસની જબરદસ્ત કાર્યવાહી હતી. દારૂ પીને પકડાયેલા લોકોનું મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાંબી લાઇનો લાગી હતી.
થર્ટી ફર્સ્ટની નાઇટમાં રાજ્યભરમાં પોલીસે સપાટો બોલાવ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં જ 100થી વધુ શંકાસ્પદ દારૂડિયાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, અમદાવાદમાં એક જ રાત્રીના 200થી વધુ દારૂડિયા ઝડપાયા હતા.વલસાડના ચાર પોલીસ સ્ટેશનમાં પીધેલા કુલ 250થી વધુ ઝડપાયા દારૂડિયા ઝડપાયા હતા. વાપી ટાઉન પોલીસમાં સૌથી વધુ 140 કેસ નોંધાયા છે. પારડી પોલીસે 40, વલસાડ ગ્રામ્ય પોલીસે 36 દારૂડિયાને દબોચ્યા હતા. વલસાડ સીટી પોલીસે 30 પીધેલાઓને ઝડપી પાડ્યા છે.અરવલ્લી જિલ્લામાં દારૂ પીધેલા 48 લોકોની અટકાયત કરવામાં આવી હતી, તદપરાંત શામળાજી, ભિલોડા સહિત જિલ્લાના 12 પોલીસ સ્ટેશનને 31ની નાઇટમાં સઘન કાર્યવાહી કરતા અનેક પીઘેલાને ઝડપીયા હતા.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી અનેક દારૂ સાથે ઝડપી લેવાયા છે. તાપી પોલીસે થર્ટી ફર્સ્ટના દારૂ પીનારા લોકો સામે કાર્યવાહી કરી છે. તાપી જિલ્લા પોલીસે એક જ રાત્રીના 48 દારૂ પીનારાની કરી અટકાયત કરી છે. વ્યારા પોલીસે 25, સોનગઢ પોલીસે 18 નશાખોરને ઝડપી લીધા હતા. ઉકાઈ પોલીસે 2, કાકરાપાર પોલીસે બે અને ઉચ્છલ પોલીસે એકને ઝડપી લીધો છે. ગીર સોમનાથ પોલીસે પણ થર્ટી ફર્સ્ટના સ્પેશિયલ ડ્રાઈવ યોજી. સમગ્ર જિલ્લામાંથી 39 પીધેલાને ઝડપી પાડ્યા છે. નશો કરી વાહન હંકારતા 62 વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બર ડાન્સ પાર્ટી સાથે દારૂનું દૂષણ પણ રાજ્યભરમાં વધી જાય છે. જેને લઇને પોલીસે રાજ્યભરમાં સધન ચેકીંગ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર