'મોદી સરકારે કર્યું અપમાન', મનમોહન સિંહના નિગમ બોધ ધાટ પર અંતિમ સંસ્કાર થતા ભડક્યા રાહુલ ગાંધી
આર્થિક સુધારાના જનક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે (28 ડિસેમ્બર 2024) ના રોજ નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સ્કાર કરવામાં આવ્યા હતા.
Manmohan Singh Died: આર્થિક સુધારાના જનક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે (28 ડિસેમ્બર 2024) ના રોજ નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક સ્થળને લઈને રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
'કેન્દ્ર સરકારે મનમોહન સિંહનું અપમાન કર્યું'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ હજુ પણ દેશના ગરીબ અને પછાત વર્ગને સમર્થન આપી રહી છે.
'પૂર્વ વડાપ્રધાન સર્વોચ્ચ સન્માનના હકદાર છે'
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "અત્યાર સુધી, તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોની ગરિમાને આદર કરી તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થળોમાં કરવામાં આવ્યા છે, જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ સર્વોચ્ચ સન્માન (ભારત રત્ન) અને સમાધિ સ્થળના હકદાર છે. સરકારે દેશના આ મહાન પુત્ર અને તેમના ગૌરવશાળી સમુદાય પ્રત્યે આદર બતાવવાની જરુર હતી.
આ પહેલા શુક્રવારે (27 ડિસેમ્બર 2024), કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને પત્ર લખીને પૂર્વ પીએમ મનમોહન સિંહના સ્મારક માટે અલગથી જમીન આપવાની માંગ કરી હતી. અન્ય વડાપ્રધાનોની જેમ કોંગ્રેસ પણ મનમોહન સિંહ માટે અલગ સ્મારકની માંગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી હતી.
કોંગ્રેસને અકાલી દળ અને AAPનું સમર્થન મળ્યું
આ માંગમાં અકાલી દળ પણ કોંગ્રેસ સાથે જોડાયું છે. જ્યારે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નિગમ બોધ ઘાટ પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે, મને આઘાત લાગ્યો છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. આ પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે 1000 યાર્ડ જમીન પણ આપી શકી નથી.
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર