શોધખોળ કરો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rahul Gandhi Lok Sabha speech edit: સોમવારે સંસદ સત્ર દરમિયાન રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની વાત રજૂ કરી.

Rahul Gandhi Lok Sabha speech edit: સોમવારે સંસદ સત્રના છઠ્ઠા દિવસે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ઘણો હંગામો થયો. અઢી કલાકના પોતાના ભાષણ દરમિયાન રાહુલે ઘણી વિવાદાસ્પદ વાતો કહી જે સત્તા પક્ષ, ખાસ કરીને ભાજપને પસંદ ન પડી. હવે રાહુલના ભાષણમાંથી આ વિવાદાસ્પદ ભાગોને સદનની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા છે. સ્પીકર ઓમ બિરલાએ પોતે આના નિર્દેશો આપ્યા છે. લોકસભા સચિવાલયની પ્રેસ અને જનસંપર્ક શાખાના સંયુક્ત નિદેશક બૈકુંઠનાથ મહાપાત્રાએ પત્ર જારી કરીને આની જાણકારી આપી. જણાવી દઈએ કે રાહુલના ભાષણ દરમિયાન ખુદ પીએમ મોદીને બે વખત પોતાની બેઠક પરથી ઊભા થઈને જવાબ આપવો પડ્યો હતો.

સોમવારે સંસદ સત્ર દરમિયાન રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની વાત રજૂ કરી. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પરની ચર્ચામાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે ઘણી એવી વાતો કરી જેના પર સત્તા પક્ષ, ખાસ કરીને ભાજપે ઘોર આપત્તિ વ્યક્ત કરી. બે વખત તો પીએમ મોદીને પોતાની બેઠક પરથી ઊભા થઈને જવાબ આપવો પડ્યો. લગભગ અઢી કલાક સુધી ચાલેલા રાહુલના ભાષણ પર એનડીએના નેતાઓએ પણ આપત્તિ વ્યક્ત કરી. સ્પીકર ઓમ બિરલાએ પોતે તેમને સંભાળીને બોલવાનો આગ્રહ કર્યો હતો. હિન્દુઓને લગતા તેમના નિવેદન સહિત ભાષણના કેટલાક ભાગોને હવે સદનની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જનસંપર્ક શાખાના સંયુક્ત નિદેશક બૈકુંઠનાથ મહાપાત્ર (લોકસભા સચિવાલય)એ પોતાના પત્રમાં લખ્યું છે કે માનનીય મહોદય/મહોદયા લોકસભા સ્પીકર ઓમ બિરલા તરફથી આ વિવાદાસ્પદ ભાગોને રદ/નોન-રેકોર્ડેડ કરી દેવામાં આવ્યા છે.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (1 જુલાઈ) સત્તા પક્ષને ખૂબ સંભળાવ્યું. ભાષણ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે રાહુલે હિન્દુ ધર્મ અને હિંસા અંગે નિવેદન આપ્યું. રાહુલના આ નિવેદનને લઈને બંને તરફથી રાજકીય તલવારો ખેંચાઈ ગઈ. રાહુલે હિન્દુને હિંસા સાથે જોડતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા. તેમણે સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે આ ગંભીર મામલો છે, કારણ કે આખા સમાજને હિંસા સાથે જોડવામાં આવ્યો છે.

સંસદના નીચલા ગૃહ લોકસભામાં હંગામાની આશંકા ત્યારે જ થવા લાગી હતી, જ્યારે એ નક્કી થયું કે આજે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાના છે. તેમણે સંસદ સત્રના શરૂઆતના દિવસોમાં NEET પેપર લીક, અગ્નિવીર અને ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી. પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમને સમય આપવામાં આવશે, ત્યારે તમે તમારી વાત રજૂ કરજો. આ જ કારણ હતું કે જ્યારે રાહુલને તક મળી તો તેમણે ફ્રન્ટફુટ પર બેટિંગ કરી અને સત્તા પક્ષને બેકફુટ પર ધકેલી દીધો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Embed widget