શોધખોળ કરો

તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ

પશ્ચિમ મધ્ય રેલવે (WCR) દ્વારા લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવવા નવી સિસ્ટમની જાહેરાત; AC માટે 10 અને સ્લીપર માટે 15 ટોકન અપાશે, પોતાના પરિવાર માટે ટિકિટ લેનારને મળશે પ્રથમ પ્રાથમિકતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧ ઓગસ્ટથી તત્કાલ ટિકિટ માટે નવી ટોકન સિસ્ટમ લાગુ.
  • AC ટોકન ૮:૩૦, સ્લીપર ૯:૦૦; કાઉન્ટર દીઠ ૧૦-૧૫ મળશે.
  • સ્વયં કે પરિવાર માટે ટિકિટને પ્રથમ પ્રાથમિકતા અપાશે.
  • આ સિસ્ટમ ભીડ ઘટાડી, બુકિંગ પ્રક્રિયા વધુ સરળ બનાવશે.

Tatkal Ticket New Rules 2026: જો તમે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. મુસાફરોને લાંબી લાઈનો અને ધક્કામુક્કીમાંથી રાહત આપવા માટે રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક મોટો ફેરફાર કર્યો છે. 1 ઓગસ્ટથી પશ્ચિમ મધ્ય રેલવે (WCR) ના તમામ રિઝર્વેશન કાઉન્ટર પર નવી 'ટોકન સિસ્ટમ' લાગુ થવા જઈ રહી છે. આ નવા નિયમ મુજબ હવે મુસાફરોએ ટિકિટ કાઉન્ટર પરથી અગાઉથી ટોકન લેવું પડશે અને ટોકન વિના કોઈને એન્ટ્રી કે ટિકિટ મળશે નહીં. આ નિર્ણયથી મુસાફરોને કાઉન્ટર પર વારંવાર ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને ટિકિટ બુકિંગની પ્રક્રિયા પહેલા કરતા ઘણી વધુ સરળ અને સુવ્યવસ્થિત બની જશે.

શું છે આ નવી ટોકન સિસ્ટમ?

1 ઓગસ્ટથી રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે અગાઉથી જ ટોકન આપી દેવામાં આવશે. આ માટે રેલવેએ સમયપત્રક પણ નક્કી કરી દીધું છે:

AC તત્કાલ ટિકિટ માટે: સવારે 8:30 થી 9:00 વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે.

નોન-AC (સ્લીપર) તત્કાલ ટિકિટ માટે: સવારે 9:00 થી 9:30 વાગ્યા સુધી ટોકન અપાશે.

એક કાઉન્ટર પર કેટલા ટોકન મળશે?

વધુ પડતી ભીડ ન થાય તે માટે રેલવેએ દરેક રિઝર્વેશન કાઉન્ટર દીઠ ટોકનની સંખ્યા પણ મર્યાદિત કરી દીધી છે:

AC તત્કાલ ટિકિટ માટે એક કાઉન્ટર પર માત્ર 10 ટોકન અપાશે.

નોન-AC (સ્લીપર) તત્કાલ ટિકિટ માટે 15 ટોકન ફાળવવામાં આવશે.

કોને મળશે પ્રાથમિકતા?

આ નવા નિયમની સૌથી સારી વાત એ છે કે, જે મુસાફરો પોતાના માટે અથવા પોતાના પરિવારના સભ્યો માટે તત્કાલ ટિકિટ લેવા આવ્યા હશે, તેમને ટિકિટ બુકિંગમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, આ માટે તમારે તમારો કૌટુંબિક સંબંધ સાબિત કરતો કોઈ માન્ય દસ્તાવેજ (ID પ્રૂફ) બતાવવો પડી શકે છે. પરિવારના સભ્યોની ટિકિટ બુક થઈ ગયા પછી જ અન્ય કોઈ વ્યક્તિની ટિકિટ બુક કરવામાં આવશે. એજન્ટોની દખલગીરી રોકવા માટે આ એક મોટું પગલું છે.

આ પણ વાંચોઃ Tatkal Booking Rules: હવે OTP વગર નહીં મળે ટિકિટ! અમદાવાદની વધુ 3 ટ્રેનોમાં 18 ડિસેમ્બરથી નિયમ લાગુ

નવા નિયમથી મુસાફરોને શું ફાયદો થશે?

રિઝર્વેશન કાઉન્ટર પર થતી બિનજરૂરી ભીડ ઓછી થશે.

મુસાફરોને કલાકો સુધી કાઉન્ટર પર ઊભા રહેવાની કે વારંવાર આવવાની જરૂર નહીં રહે.

વહેલા ટોકન મેળવી લેવાથી તમારા વારાની રાહ જોવી એકદમ સરળ બની જશે.

ટિકિટ બુકિંગની આખી પ્રક્રિયા પહેલા કરતા ઘણી વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનશે.

ટિકિટ બુક કરાવવા જતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો:

જ્યારે પણ તમે તત્કાલ ટિકિટ બુક કરાવવા જાવ, ત્યારે તમારી સાથે આધાર કાર્ડ અથવા સરકાર દ્વારા માન્ય કોઈ પણ ફોટો ID અચૂક સાથે રાખો. આ ઉપરાંત, ફોર્મ ભરવામાં અને ટિકિટ બુકિંગમાં લાગતો સમય બચાવવા માટે મુસાફરોના નામ, ઉંમર અને મુસાફરીની તમામ વિગતો અગાઉથી જ કાગળ પર લખીને તૈયાર રાખો.

આ પણ વાંચોઃ સ્ટેશન જતા પહેલા સાવધાન! તત્કાલ ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, હવે આ કામ કર્યા વગર ટિકિટ નહીં મળે

Frequently Asked Questions

તત્કાલ ટિકિટ બુકિંગ માટેનો નવો નિયમ શું છે?

૧ ઓગસ્ટથી રેલવે સ્ટેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે 'ટોકન સિસ્ટમ' લાગુ પડશે. મુસાફરોએ ટિકિટ કાઉન્ટર પરથી અગાઉથી ટોકન લેવું પડશે, ટોકન વિના ટિકિટ મળશે નહીં.

તત્કાલ ટિકિટ માટે ટોકન કયા સમયે આપવામાં આવશે?

AC તત્કાલ માટે સવારે 8:30 થી 9:00 વાગ્યા સુધી અને નોન-AC (સ્લીપર) તત્કાલ માટે સવારે 9:00 થી 9:30 વાગ્યા સુધી ટોકન અપાશે. દરેક કાઉન્ટર પર ટોકન મર્યાદિત હશે.

નવી સિસ્ટમમાં ટિકિટ બુકિંગમાં કોને પ્રાથમિકતા મળશે?

પોતાના અથવા પરિવારના સભ્યો માટે ટિકિટ લેનાર મુસાફરોને પ્રથમ પ્રાથમિકતા મળશે. આ માટે કૌટુંબિક સંબંધ દર્શાવતો માન્ય દસ્તાવેજ બતાવવો પડી શકે છે.

તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવા જોઈએ?

તમારી સાથે આધાર કાર્ડ અથવા સરકાર માન્ય ફોટો ID અવશ્ય રાખો. મુસાફરોના નામ, ઉંમર અને મુસાફરીની વિગતો અગાઉથી લખીને તૈયાર રાખો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Embed widget