શોધખોળ કરો

Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી

Train Cancelled: જો તમે 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ટિકિટ બુક કરતા અથવા પ્રવાસે નીકળતા પહેલાં તમારી ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જાણો આ સમયગાળા દરમિયાન અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય રેલવેએ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ટ્રેનો રદ કરી.
  • બેગુસરાયમાં ગંગા પર નવા રેલવે બ્રિજ જોડાણનું કાર્ય ચાલુ છે.
  • આ સમયગાળામાં કુલ 67 ટ્રેનો રદ, કેટલીક વૈકલ્પિક રૂટ પર દોડશે.
  • મુસાફરોએ 139 હેલ્પલાઇન પર ટ્રેનનું સ્ટેટસ ચકાસવું હિતાવહ છે.

Train Cancelled News: જો તમે આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાના છો અને તમામ તૈયારીઓ કરી લીધી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારતીય રેલવેએ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યો છે.

રેલવે પ્રશાસન આ સમયગાળા દરમિયાન ગંગા નદી પર બનેલા નવા ડબલ લાઇન રેલવે બ્રિજને મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડવા માટે બેગુસરાય વિસ્તારમાં નોન-ઇન્ટર લૉકિંગ (Non-Interlocking) કામગીરી હાથ ધરશે. આ કામને કારણે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે દોડતી અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે.                                           

આ પણ વાંચો:આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

આ ટ્રેનો રહેશે રદ                                                                                                            
ટ્રેન નં. 18105/18106 રાઉરકેલા–જયનગર–રાઉરકેલા એક્સપ્રેસ
ટ્રેન નં. 09033/09034 ઉધના–માલદા ટાઉન–ઉધના સ્પેશિયલ
ટ્રેન નં. 13507/13508 આસનસોલ–ગોરખપુર–આસનસોલ એક્સપ્રેસ
ટ્રેન નં. 13165 કોલકાતા–સીતામઢી એક્સપ્રેસ
ટ્રેન નં. 14003/14004 માલદા ટાઉન–નવી દિલ્હી–માલદા ટાઉન એક્સપ્રેસ
ટ્રેન નં. 13155/13156 કોલકાતા–સીતામઢી–કોલકાતા એક્સપ્રેસ
ટ્રેન નં. 13157/13158 કોલકાતા–મુઝફ્ફરપુર–કોલકાતા એક્સપ્રેસ
ટ્રેન નં. 18629/18630 રાંચી–ગોરખપુર–રાંચી એક્સપ્રેસ
ટ્રેન નં. 18419/18420 પુરી–જયનગર–પુરી એક્સપ્રેસ
ટ્રેન નં. 02023/02024 હાવડા–પટના વંદે ભારત સ્પેશિયલ
ટ્રેન નં. 15271/15272 હાવડા–મુઝફ્ફરપુર–હાવડા એક્સપ્રેસ
ટ્રેન નં. 13419/13420 ભાગલપુર–મુઝફ્ફરપુર–ભાગલપુર એક્સપ્રેસ

મુસાફરો માટે જરૂરી સૂચના

પૂર્વ મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન કુલ 67 ટ્રેનો રદ રહેશે. જ્યારે 3 ઓક્ટોબરના રોજ 36 ટ્રેનોનું સંચાલન બંધ રહેશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવશે. તેથી જો તમે આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ, તો ઘરેથી નીકળતા પહેલાં તમારી ટ્રેનનું લાઇવ સ્ટેટસ જરૂર તપાસો. નોન-ઇન્ટર લૉકિંગ કામગીરીને કારણે રેલવે છેલ્લી ઘડીએ પણ ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરી શકે છે.

મુસાફરો રેલવે હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરીને અથવા અધિકૃત રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનનું  લેટેસ્ટ સ્ટેટસ  જાણી શકો છો. 

Frequently Asked Questions

ટ્રેનોના સંચાલનમાં ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે?

ગંગા નદી પરના નવા ડબલ લાઇન રેલવે બ્રિજને મુખ્ય નેટવર્ક સાથે જોડવા માટે નોન-ઇન્ટર લૉકિંગ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બેગુસરાય વિસ્તારમાં હાથ ધરવામાં આવશે.

ટ્રેનોના સંચાલનમાં કયા સમયગાળા દરમિયાન ફેરફાર રહેશે?

ભારતીય રેલવે દ્વારા 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ 67 ટ્રેનો રદ રહેશે.

મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા શું કરવું જોઈએ?

મુસાફરોએ ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનનું લાઇવ સ્ટેટસ જરૂર તપાસવું જોઈએ. રેલવે હેલ્પલાઇન 139 અથવા અધિકૃત પ્લેટફોર્મ પરથી લેટેસ્ટ સ્ટેટસ જાણી શકાય છે.

કેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કઈ તારીખે વધુ અસર થશે?

20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન કુલ 67 ટ્રેનો રદ રહેશે, જ્યારે 3 ઓક્ટોબરના રોજ 36 ટ્રેનોનું સંચાલન બંધ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Advertisement

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget