Indian Railways: જનરલ ડબ્બાને લઇને ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય, હવે મળશે આ સુવિધા
રેલવે મંત્રીનું પદ સંભાળ્યા બાદથી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુવિધાઓ વધારી રેલવે યાત્રાને વધુ લોકપ્રિય અને સુખદ બનાવવાનો સંકલ્પ લીધો હતો.
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં એસી વિનાની જનરલ ક્લાસના ડબ્બાઓ બહુ જલદી ઇતિહાસ બની જશે. રેલવે મંત્રાલય લાંબા અંતરની મુસાફરીને સરળ બનાવવા માટે જનરલ કોચને પણ એસીમાં બદલવા જઇ રહ્યું છે. આ નવા ઇકોનોમી એસી કોચ નવા પાટા પર આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગી શકશે. હવે આ ઝડપ અને એસીની સુવિધા સેકન્ડ ક્લાસ જનરલ કોચમાં પણ મળશે.
રેલવે મંત્રીનું પદ સંભાળ્યા બાદથી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુવિધાઓ વધારી રેલવે યાત્રાને વધુ લોકપ્રિય અને સુખદ બનાવવાનો સંકલ્પ લીધો હતો. આશા વ્યક્ત કરી હતી કે આગામી મહિનાથી તેની શરૂઆત થઇ જશે.
રેલવે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં લગભગ 100 મુસાફરો બેસી શકે છે. આ કોચ બનાવવાનો ખર્ચ લગભગ 2.24 કરોડ રૂપિયા પ્રતિ કોચ આવે છે. જ્યારે નવા જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં તેનાથી પણ વધુ મુસાફરો બેસી શકે છે. નવા કોચ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડથી દોડી શકશે
રેલવે મંત્રાલયના સૂત્રોના મતે આ મહત્વાકાંક્ષી યોજના પર કામ આગળ ચાલી રહ્યું છે. આ કોચમાં સફર સસ્તી હશે. તેનાથી મુસાફરોની સફર સરળ બનશે જે એસીમાં સફર કરવા માટે મોંઘી ટિકિટ કરી શકતા નથી. એટલે કે ગરીબ રથ જેવું ભાડુ આપીને તેઓ જનરલ કોચમાં સફર કરી શકશે. આ કોચ સેન્સરયુક્ત ઓટોમેટિક ખુલે અને બંધ થાય તેવા દરવાજાથી લેસ હશે.
IND vs NZ: કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કહી આ મોટી વાત, રાહુલ દ્રવિડે શું કહ્યું ? જાણો વિગત
ICC Announcement: 2031 સુધીમાં ભારત 3 આઈસીસી ઈવેન્ટની કરશે યજમાની, પાકિસ્તાન પણ બન્યું હોસ્ટ
રૂપાણીએ સ્ટેજ પર જ ભાજપના કયા ધારાસભ્યને ધમકાવ્યા, મોકરિયા વચ્ચે પડ્યા તો તેમને પણ કહ્યું, તમે બેસી જાવ