શોધખોળ કરો

Weather Update: દિલ્લી સહિત આ રાજયમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ભારે વરસાદની આપી ચેતવણી

ગુજરાતમાં હવામાન વિભાગ અનુસાર  આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં  વરસાદનું અનુમાન છે. ગુજરાત તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

Weather Rain Forecast:દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં રવિવારે એટલે કે આજે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં 16 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય બિહારમાં પણ 14 થી 15 જુલાઈ દરમિયાન વરસાદ પડી શકે છે.

રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ બાદ  ગરમી પણ લોકોને પરેશાન કરી રહી છે.,દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદને કારણે 15 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં હવામાન વિભાગ અનુસાર  આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં  વરસાદનું અનુમાન છે. ગુજરાત તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ  સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવો અનુમાન છે.

કેવું રહેશે દિલ્હીનું હવામાન?

IMD અનુસાર, આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. વરસાદને કારણે આજે દિલ્હીનું તાપમાન પણ નીચે જવાની શક્યતા છે. IMD અનુસાર, આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 25-26 ડિગ્રી રહી શકે છે. તે જ સમયે, મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની સંભાવના છે. દિલ્હી NCRમાં આગામી કેટલાક દિવસો સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. IMDએ તેની તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે દિલ્હી અને નોઈડામાં 17 જુલાઈ સુધી હળવો વરસાદ ચાલુ રહેશે.

IMD દ્વારા મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

IMD એ રાયગઢ અને રત્નાગીરી અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સતારાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 14 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.

કેરળના આ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ'

કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે IMDએ 4 જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. કોઝિકોડ, કન્નુર અને કાસરગોડમાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ
ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણSurat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ
ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Embed widget