શોધખોળ કરો
Advertisement
વરસાદ-પુરથી યુપીમાં હાહાકાર, બે દિવસમાં 79 લોકો મોતને ભેટ્યા, જાણો વિગતે
બે દિવસમાં ઉત્તરપ્રદેશના પડેલા ભયંકર વરસાદના કારણે અત્યાર સુધી 79 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ અને બનારસ સહિત આસપાસના જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ચાર રાજ્યોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. બે દિવસમાં ઉત્તરપ્રદેશના પડેલા ભયંકર વરસાદના કારણે અત્યાર સુધી 79 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રેદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યભરમાં જિલ્લા અધિકારીને પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાય આપવાનો આદેશ કર્યો છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગ અને બનારસ સહિત આસપાસના જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. યુપી સરકારે આપેલા નિવેદન અનુસાર વરસાદના કારણે મકાન ધરાશાઈ, વૃક્ષો પડવાથી કે સાંપના ડંખના કારણે લોકોના મોત થયા છે. આ સિવાય દિવાલો ધરાશાઈ થવાના કારણે પણ લોકોના મોત થયા છે.
બિહારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી પડી રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે વાહનવ્યવહાર, આરોગ્ય સેવા અને શાળાઓ પ્રભાવિત થઈ છે. પાટનગર પટનાના રસ્તાઓ પર બે થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગે પટનામાં 30મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.Prayagraj: Streets of the city water-logged after heavy rain lashed the region today. All educational institutes to remain closed tomorrow, in wake of heavy rainfall warning. pic.twitter.com/Jf24MK34Cj
— ANI UP (@ANINewsUP) September 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement