ભાજપના ક્યા દિગ્ગજ રાષ્ટ્રીય નેતાના 22 વર્ષના ભત્રીજાએ વેક્સિન લેતાં વિવાદ, ભાજપ પાસે વેક્સિનનો પણ ગુપ્ત જથ્થો ?
હાલ દેશભરમાં કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે પરંતુ હાલ ફ્રન્ટલાઇન વોરિયર અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ વેક્સિન અપાઇ રહી છે. આ સ્થિતિમાં ભાજપ એક દિગ્ગજ નેતાના 22 વર્ષના ભત્રીજાએ વેક્સિન લેતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
ભાજપના ટોચના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસના 22 વર્ષના ભત્રીજા તન્મયે કોરોના વેકસિન લેતાં વિવાદ ખડો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો ફડણવિસને ટ્રોલ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે. તન્મયે નાગપુરના નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં લીધેલી વેક્સિનનો ફોટોને જાતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ફડણવિસના ભત્રીજા તન્મય ફડણવીસનો કોરોના વેક્સિન લેતો હોય તેવો ફોટો વાયરલ થયો છે. તન્મયની ઉંમર માત્ર 21-22 વર્ષની જ છે દેશમાં હજુ 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું વેક્સિનેશન હજી શરૂ થયું નથી ત્યારે તન્મ કોંગ્રેસે પણ સવાલ ઉભા કર્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસે પ્રહાર કરતાં કહ્યું હતું કે, તમારો ભત્રીજો આરોગ્ય કર્મચારી કે ફ્રન્ટલાઈન વર્કર છે કે તેને આટલી નાની વયે રસી આપી દેવાઈ ?
મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયામાં એક સ્લાઈડ શેર કરીને તન્મયના વેક્સિનેશન વિશે 5 સવાલ કર્યા છે.
- કોંગ્રેસે પૂછ્યું છે કે, શું તન્મયની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે ?
- શું તેઓ ફ્રટ લાઈન વર્કર છે?
- શું તેઓ સ્વાસ્થ્ય કર્મચારી છે?
- જો નહીં તો તન્મયનું વેક્સિનેશન કેમ થયું?
- શું ભાજપ પાસે રેમડેસિવિરની જેમ વેક્સિનનો પણ ગુપ્ત ભંડાર છે?
હવે લોકો પૂછી રહ્યા છે કે, તન્મયને કયા કોટામાંથી વેક્સિન આપવામાં આવી છે. ફડણવીસ પર ભાઈ-ભત્રીજાવાદ કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો વેબ સીરિઝ ‘ચાચા વિધાયક હૈં હમારે’ની તસવીર શેર કરીને વીઆઈપી કલ્ચર સામે કર્યો છે પડ્યો હતો. તેમણે કહ્યું કે, તન્મય મારો દૂરનો સંબંધી છે. મને ખબર નથી કે તેણે કયા માપદંડ અંતર્ગત વેક્સિન લીધી છે. તે કોઈ નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે હોય તો ચિંતા નથી પણ ગાઈડલાઈન તોડવામાં આવી હોય તો તે સંપૂર્ણ ખોટી વાત છે. મારી પત્ની અને દીકરીનું પણ વેક્સિનેશન બાકી છે. કારણ કે તે હજી તેના માટે યોગ્ય નથી. મારુ માનવું છે કે, દરેક વ્યકિએ વેક્સિનશેનના નિયમોનું પાલન કરવું જરૂરી છે.