આ યુવા નેતાને બનાવાયા પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ, આ લોકોને પણ મળી નવી જવાબદારી, જાણો
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર બાદ પાર્ટીએ રાજ્ય એકમમાં મોટો ફેરફાર કર્યો અને રાજા બ્રારને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર બાદ પાર્ટીએ રાજ્ય એકમમાં મોટો ફેરફાર કર્યો અને રાજા બ્રારને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. હાર બાદ નવજોત સિંહ સિદ્ધુનું પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.
રાજા બ્રાર યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સિવાય કોંગ્રેસે પ્રતાપ સિંહ બાજવાને પંજાબમાં વિપક્ષના નેતા બનાવ્યા છે. આ ઉપરાંત ભારત ભૂષણ આશુ પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
આ સિવાય કોંગ્રેસે પ્રતાપ સિંહ બાજવાને પંજાબ માટે CLP નેતા તરીકે નિયુક્ત કર્યા છે. નોંધનીય છે કે રાજ્યની ચૂંટણીમાં શરમજનક હાર બાદ પંજાબ કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ સાથે પંજાબ પણ લાંબા સમયથી પાર્ટીમાં વિખવાદનું કારણ છે. આ જ કારણ છે કે કોંગ્રેસ પંજાબને લઈને ઘણી ગંભીર માનવામાં આવતી હતી. જોકે, પાર્ટી ચૂંટણી હારી જતાં તમામ રાજ્યોના પ્રમુખોના રાજીનામા માંગી લેવાયા હતા. આ ક્રમમાં નવજોત સિંહ સિદ્ધુએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે સિદ્ધુનું રાજીનામું પણ ચર્ચામાં હતું. તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. અહીં જોરદાર પ્રયાસો અને પ્રચાર પછી પાર્ટીને માત્ર 18 બેઠકો મળી. જ્યારે અગાઉ રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે જ સમયે કોંગ્રેસથી અલગ થયેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી.