Rajasthan Election 2023: લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયો ED અધિકારી, કોંગ્રેસે કહ્યું, એટલે જ અમે કહીએ છીએ...
Rajasthan Election 2023: રાજસ્થાનની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ લાંચ લેવાના આરોપમાં જયપુરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીની ધરપકડ કરી છે.
Rajasthan Election 2023: રાજસ્થાનની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ લાંચ લેવાના આરોપમાં જયપુરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીની ધરપકડ કરી છે. આ અંગે કોંગ્રેસે ગુરુવારે (3 નવેમ્બર) બીજેપી પર મોટો હુમલો કર્યો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો દરોડાની આડમાં બીજેપીના સ્ટાર પ્રચારક તરીકે ફરી રહ્યા છે.
राजस्थान में ED के अधिकारी घूस लेते पकड़े गए।
— Congress (@INCIndia) November 2, 2023
राजस्थान के एंटी करप्शन ब्यूरो ने ED अधिकारी नवल किशोर मीणा और उसके सहयोगी बाबूलाल मीणा को गिरफ्तार किया है।
ये दोनों 15 लाख रुपए रिश्वत लेते हुए रंगे हाथ पकड़े गए।
ये ED से जुड़े एक मामले को रफा-दफा करने के लिए 17 लाख की घूस… pic.twitter.com/2Y4b83m3ed
એસીબીએ આ ધરપકડ એવા સમયે કરી છે જ્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને વિદેશી મુદ્રા ઉલ્લંઘન કેસમાં ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ પ્રશ્ન પેપર લીક કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જયપુર અને સીકરમાં રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા. દોતાસરાના પુત્રને પણ બોલાવવામાં આવ્યો છે.
કોંગ્રેસ અને ભૂપેશ બઘેલે શું કહ્યું?
કોંગ્રેસે કહ્યું કે ACBએ ED અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ધરપકડ કરી છે. તેઓ ED સંબંધિત એક કેસને છૂપાવવા માટે રૂ. 17 લાખની લાંચની માંગણી કરી રહ્યા હતા. જ્યારે ભુપેશ બઘેલે સોશિયલ મીડિયા X પર લખ્યું, "ઇડી અધિકારીની જયપુરમાં 15 લાખની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે." એટલા માટે હું વારંવાર કહી રહ્યો છું કે શેરીઓમાં ફરતા આ ED અધિકારીઓના વાહનોની તપાસ થવી જોઈએ. દરોડાની આડમાં, શું તેઓ કમળ છાપના સ્ટાર પ્રચારક બનીને ફરતા નથી ને?
जयपुर में ED का अफसर 15 लाख रुपए की रिश्वत लेते हुए गिरफ़्तार हुआ है.
— Bhupesh Baghel (@bhupeshbaghel) November 2, 2023
इसीलिए मैं बार-बार कह रहा हूँ कि गलियों-गलियों में घूम रहे इन ED अफ़सरों की गाड़ी की जरूर जाँच की जाए.
छापों की आड़ में कहीं ये "कमल छाप के स्टार प्रचारक" बनकर तो नहीं घूम रहे हैं? pic.twitter.com/onYLMxFX8o
શું છે મામલો?
રાજસ્થાનના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે 15 લાખની લાંચ લેતા મણિપુરના ઇમ્ફાલમાં તૈનાત ED અધિકારી અને તેના સહયોગીની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આરોપી ચિટફંડ કેસમાં ધરપકડ ન કરવાના બદલામાં આરોપી પાસેથી 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો.