શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajasthan Exit Poll 2024: રાજસ્થાનના રણમાં BJPને મોટુ નુકસાન, કૉંગ્રેસને મળશે આટલી બેઠકો

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. રાજસ્થાનની લડાઈમાં કમળ ખીલશે કે કોંગ્રેસ કમાલ કરશે ?

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. રાજસ્થાનની લડાઈમાં કમળ ખીલશે કે કોંગ્રેસ કમાલ કરશે ? આ અંગેનું ચિત્ર 4 જૂને જ સ્પષ્ટ થશે જ્યારે મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલની રાહનો અંત આવવાનો છે. ઈન્ડિયા ટુડે માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે.  રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.

રાજસ્થાનમાં એનડીએને 51 ટકા વોટ અને ઈન્ડિયા ગઠબંધનને 41 ટકા વોટ મળવાનો અંદાજ છે. એનડીએને 16થી 19 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને પાંચથી સાત બેઠકો મળવાની શક્યતા છે. જો ચૂંટણી પરિણામોમાં એક્ઝિટ પોલના અંદાજો બદલાશે તો અન્યને પણ એકથી બે બેઠકો મળી શકે છે.

રાજસ્થાનમાં લોકસભાની કુલ 25 બેઠકો છે. સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કામાં રાજસ્થાનની આ 25 બેઠકો પર મતદાન થયું હતું. રાજસ્થાનની 12 બેઠકો - ગંગાનગર, બિકાનેર, ચુરુ, ઝુંઝુનુ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધોલપુર, દૌસા અને નાગૌર માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. બીજા તબક્કામાં રાજ્યની 13 બેઠકો પર 26 એપ્રિલે મતદાન થયું હતું. ટોંક-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બરાન બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થયું હતું.

દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.

જન કી બાત એક્ઝિટ પોલ

જન કી બાત એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનો અંદાજ છે કે NDAને 371 બેઠકો મળશે,  આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 141થી 161 સીટો મળતી જોવા મળી રહી છે. 10 થી 20 સીટો અન્યને જઈ શકે છે.

રિપબ્લિક ભારત મેટ્રિક્સ

રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળી શકે છે.  રિપબ્લિક ભારત- મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 353થી 368 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિસના એક્ઝિટ પોલમાં અન્યને 43થી 48 બેઠકો મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષVav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદનAmit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Embed widget