શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આસારામને ખાનગી રીતે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ગોઠવાયો કડક સુરક્ષા બંદોબસ્ત
નવી દિલ્લી: સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરનાર આસારામને રવિવારે સાંજે દિલ્લી લાવવામાં આવ્યા હતા. સમર્થકોની ભારે ભીડને જોતા પોલીસ આસારામને છૂપી રીતે એમ્સ હોસ્પિટલ જવા માટે રવાના થઈ હતી. આસારામના હેલ્થ ચેકઅપ પછી આગલો આદેશ સુધી તેને તિહાડ જેલમાં રાખવામાં આવશે. આસારામના સમર્થકોની ભારે ભીડ જોતા રાજસ્થાન અને દિલ્લી પોલીસે સુરક્ષા વ્યવસ્થાનો પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
દુષ્કર્મના આરોપી આસારામને ફ્લાઈટથી દિલ્લી લાવવામાં આવ્યા હતા. સાથે પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે આસારામને દિલ્લી લાવવા માટે વ્યવસ્થા કરી રાખી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન પોલીસની એક ટીમ પહેલાથી જ દિલ્લી પહોંચી ગઈ હતી. વિમાન કંપનીના અધિકારીઓ પ્રમાણે, આસારામના ભક્તોએ માત્ર તેમની એક ઝલક મેળવવા માટે ફ્લાઈટની તમામ ટિકિટ બુક કરાવી હતી.
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આસારામની અરજી પર તેમને એમ્સમાં હેલ્થ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો છે. સાથે આસારામને ફ્લાઈટમાં આવવા-જવાની માંગ ઉપર કોર્ટે મંજૂર કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આસારામના વકીલ કોર્ટમાં આના પહેલા ઘણી વખત આસારામની ખરાબ સ્વાસ્થ્ય અને વધતી ઉંમરનું કારણ આગળ ધરી જામીન અરજી કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion