'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
Rajnath Singh: રક્ષામંત્રી રાજનાથ સિંહે સંયુક્ત સૈન્ય દ્રષ્ટિકોણ વિકસિત કરવાનું આહ્વાન કર્યું. સાથે જ દેશ સામે ભવિષ્યમાં ઉભી થનારી સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયારી પર ભાર મુક્યો.
Rajnath Singh On Joint Commanders Conference: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (5 સપ્ટેમ્બર) સંયુક્ત કમાન્ડરોની કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારત એક "શાંતપ્રિય રાષ્ટ્ર" છે, પરંતુ સશસ્ત્ર દળોને શાંતિ જાળવવા માટે યુદ્ધ માટે સજ્જ રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની કોન્ફરન્સમાં વાત કરતાં, રાજનાથ સિંહે રાષ્ટ્રીય હિતોની રક્ષા અને 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને આગળ ધપાવામાં સશસ્ત્ર દળોના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની રિપોર્ટ અનુસાર, કમાન્ડરોની સંયુક્ત કોન્ફરન્સમાં રાજનાથ સિંહે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં, ભારત શાંતિનો લાભ લઈ રહ્યું છે, પરંતુ અમને સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન રક્ષામંત્રીએ ત્રણેય સેનાઓ વચ્ચેના ઇન્ટિગ્રેશનને આગળ ધપાવવા માટેના પ્રયત્નોની પ્રશંસા કરી.
દેશ સામે ઊભી થનારી પડકારોનો સામનો કરવા પર ભાર મૂક્યો
રક્ષામંત્રીએ સશસ્ત્ર દળોમાં પરિવર્તન સાથે સંયુક્ત સૈન્ય દ્રષ્ટિકોણ વિકસાવવા અને ભવિષ્યના યુદ્ધોમાં દેશ સામે ઊભા થનારા પડકારોને પહોંચી વળવા માટે તૈયાર રહેવા ના મહત્વ પર ભાર મૂક્યો. સાથે જ ઉશ્કેરણી પર ઝડપી કાર્યવાહી કરવા માટે કહ્યું.
અચાનક હુમલાઓનો સામનો કરવા તૈયાર રહો રક્ષામંત્રી
આ દરમિયાન રક્ષામંત્રીએ રશિયા યુક્રેન, ઇઝરાયેલ હમાસના સંઘર્ષ અને બાંગ્લાદેશમાં ચાલી રહેલી અસ્થિર સ્થિતિની ચર્ચા કરીને કમાન્ડરોને આ ઘટનાઓનું વિશ્લેષણ કરવા જણાવ્યું. સાથે જ ભવિષ્યમાં દેશ સામે ઊભી થનારી સમસ્યાઓ અને અચાનક થતા હુમલાઓનો સામનો કરવા માટે સજ્જ રહેવાનું આહ્વાન કર્યું.
Attended the maiden Joint Commanders’ Conference in Lucknow. Lauded the Armed Forces for their invaluable contribution in safeguarding national interests and advancing the vision of ‘Aatmanirbhar Bharat’.
— Rajnath Singh (@rajnathsingh) September 5, 2024
Also, appreciated the efforts being undertaken for furthering jointness… pic.twitter.com/ySBDWZvn5V
આપણે સાવચેત રહેવાની જરૂર છે
રક્ષામંત્રીએ દેશની ઉત્તરીય સીમા પરની પરિસ્થિતિ અને પડોશી દેશોમાં થતા બનાવોને ધ્યાનમાં રાખીને ટોચના સૈન્ય નેતૃત્વ દ્વારા વિશ્લેષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે પડકારરૂપ બન્યા છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં, ભારત શાંતિપૂર્વક વિકાસ કરી રહ્યું છે. જોકે, પડકારોની વધતી સંખ્યા કારણે અમને સાવચેત રહેવાની જરૂર છે.
સશસ્ત્ર દળોમાં શ્રેષ્ઠ શસ્ત્ર સામગ્રીને સામેલ કરો
રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે આપણે આપણી હાલની સ્થિતિ પર ધ્યાન આપવાની અને આજુબાજુની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાની જરૂર છે. આ માટે આપણા પાસે મજબૂત રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર હોવું જોઈએ. રક્ષામંત્રીએ કમાન્ડરોને સશસ્ત્ર દળોના શસ્ત્રાગારમાં પરંપરાગત અને આધુનિક યુદ્ધની સામગ્રી સામેલ કરવા માટે કહ્યું.
ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર ભાર મૂક્યો
રક્ષામંત્રીએ કાર્યક્રમને સંબોધન કરતાં સ્પેસ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં ક્ષમતા વિકાસ પર ભાર મૂક્યો. સાથે જ તેઓએ આ આધુનિક યુગની પડકારોને નાથવા માટે આવશ્યક ગણાવ્યું.