Rajya Sabha By Election 2024: 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે BJP એ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે આ યાદી બહાર પાડી છે.
![Rajya Sabha By Election 2024: 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે BJP એ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ Rajya sabha by election 2024 bjp release candidates list for rajya sabha seats in 8 states know Rajya Sabha By Election 2024: 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે BJP એ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/afa3629d0010f164bc974f9420a6f2501724159099020426_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે આ યાદી બહાર પાડી છે. કિરણ ચૌધરીને હરિયાણાથી અને રવનીત બિટ્ટુને રાજસ્થાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्यसभा के उप-चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/0TFtIv3t9c
— BJP (@BJP4India) August 20, 2024
મધ્યપ્રદેશથી જોર્જ કુરિયનને ઉમેદવાર બનાવાયા છે. 9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
એક અખબારી યાદી બહાર પાડીને પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે કેટલાક નામોને મંજૂરી આપી દીધી છે.
કયા રાજ્યમાંથી કોણ ઉમેદવાર છે ?
આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણામાં કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશમાંથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતા, રાજસ્થાનમાંથી સરદાર રવનીત સિંહ બિટ્ટુ અને ત્રિપુરામાંથી રાજીવ ભટ્ટાચાર્યને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કયા રાજ્યમાં કેટલી બેઠકો ખાલી અને શા માટે ?
મહારાષ્ટ્રમાં 2, બિહારમાં 2 અને આસામમાં 2 બેઠકો ખાલી છે. ત્રિપુરા, હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં એક-એક સીટ ખાલી છે. આ 12 બેઠકોમાંથી, 10 બેઠકો એવી છે કે જે સભ્યોએ લોકસભાની ચૂંટણી લડ્યા બાદ ખાલી પડી હતી, જ્યારે ઓડિશા અને તેલંગાણામાં રાજ્યસભાના સભ્યોએ એક પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, બીજી પાર્ટીમાં જોડાયા હતા અને સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું.
ઓડિશામાં બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ મમતા મોહંતા નવીન પટનાયકને છોડીને ભાજપમાં જોડાયા હતા અને તેલંગાણામાં કેશવ રાવ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, તેથી તેઓએ રાજ્યસભાની સદસ્યતા છોડી દિધી હતી.
ભારતીય જનતા પાર્ટીએ વરિષ્ઠ વકીલ મનન કુમાર મિશ્રાને બિહારની બીજી રાજ્યસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. મનન કુમાર બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસી છે. મિશ્રાએ પટના યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. તે પટના યુનિવર્સિટીના ટોપર અને ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે. 1982 થી, તેમણે પટના હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)