Ram Mandir: અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ રામનગરી, અયોધ્યાવાસીઓને પણ શહેરમાં પ્રવેશવા બતાવવું પડશે ઓળખપત્ર
Ramlala Pran Pratishtha: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામ મંદિર કાર્યક્રમ પહેલા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
Ramlala Pran Pratishtha: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામ મંદિર કાર્યક્રમ પહેલા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને રામનગરીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે અયોધ્યામાં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખ પત્ર બતાવવું પડશે. એટલું જ નહીં મંદિરની સુરક્ષા માટે ત્રણ સ્તરના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | Ayodhya: UP Anti-Terrorist Squad (ATS) commandos deployed at Lata Mangeshkar Chowk ahead of the grand Pran Pratishtha Ceremony on 22nd January. pic.twitter.com/lXEkVriAak
— ANI (@ANI) January 20, 2024
સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે
22 જાન્યુઆરીએ હજારો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે, જેમાં ઘણા VIP મહેમાનો પણ હાજર રહેશે. ઉત્તર પ્રદેશ પોલીસ સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને પણ ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.
VIDEO | Security tightened at Lata Mangeshkar Chowk in Ayodhya ahead of Ram Mandir Pran Pratishtha ceremony. pic.twitter.com/CJcVF0FUkc
— Press Trust of India (@PTI_News) January 20, 2024
શનિવાર (20 જાન્યુઆરી)થી અયોધ્યાની સરહદ સીલ કરી દેવામાં આવી છે અને બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને શુક્રવાર (19 જાન્યુઆરી) રાતથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. અમેઠી, સુલતાનપુર, ગોંડા, લખનૌ, બસ્તીથી અયોધ્યા તરફ આવતી ટ્રેનોને અલગ-અલગ રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.
સીસીટીવી અને એઆઈ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે
મંદિરની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને PACને તૈનાત કરવામાં આવી છે. યુપી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આ સિવાય AI, CCTV અને ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે અને રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. PMની સુરક્ષામાં લાગેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થશે. ઉત્તર પ્રદેશ પોલીસ અને પીએસીના 1400 જવાનોને મંદિરની બહાર રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવશે.