શોધખોળ કરો
Advertisement
PM Modi Ram Mandir Speech Highlights: સમગ્ર ભારત આજે રામમય, દરેક મન રોમાંચિત અને દરેક ઘર દીપમય છે- પીએમ મોદી
વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે.
LIVE
Background
આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણનુ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવવાનો છે. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશની મોટી મોટી હસ્તીઓ સામેલ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનમાં મુખ્ય અતિથી બનશે. અહીં સુંદર શણગાર સાથે ભૂમિ પૂજન માટેની તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. ખાસ વાત છે કે કોરોના સંકટને લઈને ગાઈડલાઈનનું અહીં ચૂસ્ત પાલન કરવુ જરૂરી છે. જેથી વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે.
14:13 PM (IST) • 05 Aug 2020
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યા જે દેશમાં છે છે ઇન્ડોનેશિયા અને ત્યાં રામાયાણના અનેક રૂપ જોવા મળે છે. ત્યાં પણ રામ આરાધ્ય તરીકે પૂજવામાં આવે છે અને લોકોની આસ્થા તેમનામાં છે. વિશ્વના અનેક એવા છેડા છે જ્યાંની આસ્થામાં અને ન જાને કેટલા રૂપમાં રામને લોકો આરાધ્ય માને છે. એવા તમામ દેશોમાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવાથી ઉત્સાહ છે. અયોધ્યામાં બનનારા રામ મંદિર માત્ર આપણા મેટ જ નહીં, પરંતુ માનવતાને પ્રેરણા આપતું રહેશે. કારણ કે રામ તો બધાને છે, રામ તો બધામાં છે.
14:07 PM (IST) • 05 Aug 2020
પીએમ મોદીએ કહ્યું કે, જે રામ તુલસી અને કબીરના સમયમાં ભજનોમાં વિશ્વાસ આપી રહ્યા છે તે જ સ્વતંત્રતા આંદોલના સમયે મહાત્મા ગાંધીના વચનોમાં દેશવાસિઓને શક્તિ આપી રહ્યા છે. રામ મંદિર માટે ચાલેલ આંદોલમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.
14:04 PM (IST) • 05 Aug 2020
14:03 PM (IST) • 05 Aug 2020
પીએમ મોદીએ કહ્યું કે, ભગવાન રામની અદ્ભૂત શક્તિ જુઓ કે ઇમારીતો નષ્ઠ કરવામાં આવી, અસ્તિત્વ મીટાવવાનો પ્રયત્ન પણ થયો, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસ્યા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરષોત્તમ છે. રામ આપણાં મનમાં છે, આપણી અંદર છે. કોઈ કામ કરવું હોય તો પ્રેરણા માટે આપણે ભગવાન રામ તરફ જોઈએ છીએ. ભારતની અસ્થા, ભારતના લોકોની સામૂહિક શક્તિ વિશ્વના લોકો માટે રિસર્ચનો અને અધ્યયનો વિષય છે. શ્રીરામનું ચરિત્ર જે કેન્દ્ર બિંદુ આસપાસ વધારે ફરે છે તે છે સત્ય પર અડગ રહેવું, માટે જ શ્રીરામ અમિટ છે.
14:01 PM (IST) • 05 Aug 2020
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શ્રીરામનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. આપણી શાશ્વત આસ્થાનું પ્રતીક બનશે, રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે અને આ મંદિર કરોડ કરોડો લોકોની સામુહિક શક્તિનું પણ પ્રતીક બનશે.
Load More
Tags :
Ayodhya Ram Mandir Bhumi Pujan Ayodhya Ram Mandir Ayodhya Ayodhya Mandir Ram Mandir Photo Ram Mandir Bhumi Pujan Ayodhya Ram Mandir Photo Ram Mandir News Ram Mandir In Ayodhya Shri Ram Mandir Shri Ram Ram Mandir Image Ram Mandir Status Ayodhya Ka Ram Mandir Ayodhya Ram Mandir News Ayodhya News 5 August Ram Mandir Ram Mandir Images Modi Ram Mandir Ram Temple Ram Mandir Date Ram Mandir History Modiગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement