Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર, PM મોદી આપશે હાજરી
Ayodhya Ram Mandir: આખરે કરોડો ભક્તોની આતરુતાનો અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરવામાં આવી છે.
Ayodhya Ram Mandir: આખરે કરોડો ભક્તોની આતરુતાનો અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી.
#WATCH | General Secretary of Sri Ram Janambhoomi Trust Champat Rai on meeting PM Narendra Modi and confirming January 22, 2024 as the date of installation of Lord Ram idol in the Garbhagriha of the Ram Mandir in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/wBtWetiNW6
— ANI (@ANI) October 25, 2023
અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહેશે. બપોરે 12:30 કલાકે અભિષેકની વિધિ થશે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યો આજે પીએમ મોદીને મળ્યા અને તેમને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું, જેને પીએમ મોદીએ સ્વીકાર્યું.પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા ઘરે મળવા આવ્યા હતા. તેમણે મને શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. જય સિયા રામ.
जय सियाराम!
— Narendra Modi (@narendramodi) October 25, 2023
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
હાલમાં જ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે સદીઓની રાહનો અંત આવી રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ આપણી જીત સમાન છે. ભગવાન રામ આવવાના છે. થોડા સમય પહેલા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે કહ્યું હતું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ યોજાશે. અમારા તરફથી પીએમઓને પત્ર લખવામાં આવ્યો હતો અને તેનો જવાબ પણ મળ્યો છે. હવે નક્કી થયું છે કે વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા આવશે, પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ જ થશે. આ કાર્યક્રમ માટે વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે તેના 2019ના નિર્ણયમાં અયોધ્યામાં વિવાદિત સ્થળ પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ સિવાય કોર્ટે કેન્દ્ર સરકારને નવી મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને વૈકલ્પિક પાંચ એકર જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 16મી સદીની બાબરી મસ્જિદ જ્યાં તોડી પાડવામાં આવી હતી તે વિવાદિત જમીનની 2.77 એકર કેન્દ્ર સરકારના રીસીવર પાસે રહેશે અને ચુકાદાના ત્રણ મહિનામાં મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને સોંપવામાં આવશે.