શોધખોળ કરો

ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર

જાતિ પ્રમાણપત્રના વિવાદમાં ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ફોર્મ રદ થતાં કોંગ્રેસના ગૌરીબેન તડવીનો પ્રમુખ બનવાનો માર્ગ મોકળો થયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગ્રેસ પ્રમુખ બન્યા.
  • ભાજપ ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર વિવાદે ફોર્મ રદ થયું.
  • અન્ય રાજ્યનું જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય નથી.
  • ટેકનિકલ ખામીથી કોંગ્રેસ ઉમેદવાર ગૌરીબેન તડવી બિનહરીફ.

Anand District Panchayat Election: આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક મોટો અને ચોંકાવનારો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. 40 બેઠકોવાળી આ પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદની ખુરશી કોંગ્રેસના ફાળે ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્રના વિવાદને લીધે રદ થતાં, કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટનાથી ભાજપની છાવણીમાં "ગઢ જીત્યો પણ ઘર હાર્યા" જેવો ઘાટ સર્જાયો છે, જ્યારે કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે.

અનામત બેઠક અને ઉમેદવારોની પસંદગી

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી હતી. ભાજપે પોતાની પાસે બહુમતી હોવાથી સારસાની જનરલ બેઠક પરથી વિજેતા થયેલા મયુરીબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, માત્ર 7 બેઠકો ધરાવતી કોંગ્રેસ તરફથી હાડગુડની એસટી અનામત બેઠક પરથી ચૂંટાયેલા ગૌરીબેન તડવીએ ઉમેદવારી નોંધાવી હતી. બહુમતીના આંકડા જોતાં ભાજપની જીત નિશ્ચિત લાગતી હતી, પરંતુ રાજકારણમાં ક્યારે બાજી પલટાઈ જાય તે કહેવું મુશ્કેલ છે.

મહારાષ્ટ્રના પ્રમાણપત્રએ સર્જ્યો વિવાદ

આ સમગ્ર વિવાદનું મૂળ ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર હતું. ભાજપના ઉમેદવાર મયુરીબેન મૂળ મહારાષ્ટ્રના આદિવાસી છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે મયુરીબેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ બાબતે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દેવાહુતી સમક્ષ બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો કરી હતી.

આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક મોટો અને ચોંકાવનારો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. 40 બેઠકોવાળી આ પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદની ખુરશી કોંગ્રેસના ફાળે ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્રના વિવાદને લીધે રદ થતાં, કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટનાથી ભાજપની છાવણીમાં "ગઢ જીત્યો પણ ઘર હાર્યા" જેવો ઘાટ સર્જાયો છે, જ્યારે કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે.

અનામત બેઠક અને ઉમેદવારોની પસંદગી

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી હતી. ભાજપે પોતાની પાસે બહુમતી હોવાથી સારસાની જનરલ બેઠક પરથી વિજેતા થયેલા મયુરીબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, માત્ર 7 બેઠકો ધરાવતી કોંગ્રેસ તરફથી હાડગુડની એસટી અનામત બેઠક પરથી ચૂંટાયેલા ગૌરીબેન તડવીએ ઉમેદવારી નોંધાવી હતી. બહુમતીના આંકડા જોતાં ભાજપની જીત નિશ્ચિત લાગતી હતી, પરંતુ રાજકારણમાં ક્યારે બાજી પલટાઈ જાય તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

મહારાષ્ટ્રના પ્રમાણપત્રએ સર્જ્યો વિવાદ

આ સમગ્ર વિવાદનું મૂળ ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર હતું. ભાજપના ઉમેદવાર મયુરીબેન મૂળ મહારાષ્ટ્રના આદિવાસી છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે મયુરીબેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ બાબતે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દેવાહુતી સમક્ષ બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો કરી હતી.

નિયમોના આધારે ડીડીઓનો મોટો ચુકાદો

બંને પક્ષોને સાંભળ્યા બાદ ડીડીઓએ સ્પષ્ટ ચુકાદો આપ્યો કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય ગણી શકાય નહીં. આ કાયદાકીય અને ટેકનિકલ ખામીના આધારે અંતે ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ઉમેદવારી ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું હતું.

ભાજપના ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ જતાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રહ્યું હતું. પરિણામે, બહુમતી ભાજપની હોવા છતાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. ભાજપના મોંમાંથી આવેલો સત્તાનો કોળિયો છીનવાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃ જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?

બંને પક્ષોને સાંભળ્યા બાદ ડીડીઓએ સ્પષ્ટ ચુકાદો આપ્યો કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય ગણી શકાય નહીં. આ કાયદાકીય અને ટેકનિકલ ખામીના આધારે અંતે ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ઉમેદવારી ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું હતું.

ભાજપના ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ જતાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રહ્યું હતું. પરિણામે, બહુમતી ભાજપની હોવા છતાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. ભાજપના મોંમાંથી આવેલો સત્તાનો કોળિયો છીનવાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Frequently Asked Questions

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ કોણ જીત્યું?

આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં, જાતિ પ્રમાણપત્રના વિવાદને કારણે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

ભાજપના ઉમેદવારનું ફોર્મ કેમ રદ થયું?

ભાજપના મહિલા ઉમેદવાર મયુરીબેન પટેલનું ફોર્મ મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય ન હોવાને કારણે ટેકનિકલ કારણોસર રદ થયું હતું.

પ્રમુખ પદ માટે કઈ બેઠક અનામત હતી?

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી હતી.

ભાજપ પાસે કેટલી બેઠકોની બહુમતી હતી?

આણંદ જિલ્લા પંચાયતમાં 40 બેઠકો પૈકી ભાજપ પાસે 33 બેઠકોની સ્પષ્ટ બહુમતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget