શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રામ મંદિર ભૂમિ પૂજનઃ સવારે કેટલા વાગે અયોધ્યો પહોંચશે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ
પીએમ મોદીનું હેલિકોપ્ટર સવારે 11.30 કલાકે સાકેત વિશ્વવિદ્યાલય ઉતરશે. જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આજે પ્રધાનમંત્રીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે. જે બાદ પ્રથમ વખત રામજન્મ ભૂમિ રવાના થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે.
એક કલાકનું આપશે ભાષણ
પીએમ મોદીનું હેલિકોપ્ટર સવારે 11.30 કલાકે સાકેત વિશ્વવિદ્યાલય ઉતરશે. જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે. આ દરમિયાન પીએમ મોદી માત્ર બે જગ્યા હનુમાન ગઢી અને રામજન્મ ભૂમિ જશે. મોદી સૌથી પહેલા ક્યાં જશે તે નક્કી નથી. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે. અયોધ્યાથી ફૈઝાબાદ સુધી લાઉડસ્પીકર પણ લગાવાશે.
કોણ-કોણ થશે સામેલ
આ કાર્યક્રમમાં જે બસો આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે તેમાં પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના હશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશના પચાસ ગણમાન્ય લોકોને પણ સામેલ થવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોના વાયરસની મહામારીને જોતા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
મંદિરની કેટલીક વિશેષતા
- મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે.
- સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે.
- મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.
- મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion