શોધખોળ કરો

Ram Nath Kovind News: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધિત કરશે, 24 જુલાઈએ પુરો થઇ રહ્યો છે કાર્યકાળ

President Ram Nath Kovind: રામ નાથ કોવિંદે 25 જુલાઈ 2017ના રોજ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ આવતીકાલે 24 જુલાઈએ પુરો થઈ રહ્યો છે.

Ram Nath Kovind News: ભારતના વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આવતીકાલે એટલે કે 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યે થશે. દેશના નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈએ યોજાનાર છે. આ પહેલા આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંસદ દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ માટે બંને ગૃહો દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના વિદાય ભાષણ દરમિયાન રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતમાં પક્ષપાતની રાજનીતિથી ઉપર ઊઠીને લોકોના કલ્યાણ માટે શું જરૂરી છે તે નક્કી કરવા આહ્વાન કર્યું હતું. સંસદને લોકશાહીનું મંદિર ગણાવતા, રાષ્ટ્રપતિ કોવિંદે પક્ષોને ગૃહમાં ચર્ચા દરમિયાન ગાંધીવાદી ફિલસૂફીનો ઉપયોગ કરવા વિનંતી કરી.

વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિનો આજે વિદાય સમારંભ યોજાયો હતો
રાષ્ટ્રપતિ કોવિંદને વિદાય આપવા માટે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક સાંસદોએ હાજરી આપી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે કહ્યું, "હું દ્રૌપદી મુર્મુને આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, તેમના માર્ગદર્શનથી દેશને લાભ થશે." નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે 25 જુલાઈના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

2017માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા
ઉલ્લેખનીય છે કે, રામનાથ કોવિંદે 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. કેઆર નારાયણન પછી દલિત સમુદાયમાંથી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનારા તેઓ બીજા વ્યક્તિ છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે 2015 થી 2017 સુધી બિહારના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ સાથે તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ 16 વર્ષ સુધી વકીલ હતા. તેમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

Embed widget