શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના કયા મોટા મંત્રીની તબિયત લથડી, હૉસ્પીટલ ગયા બાદ શું આપ્યુ મોટુ નિવેદન
કેન્દ્રીય ખાદ્ય મંત્રી અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનની તબિયત લથડી છે. તેમને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેમને એક ભાવનાત્મક ટ્વીટ કર્યુ છે
નવી દિલ્હીઃ મોદી સરકારના વધુ એક મંત્રીની તબિયત લથડી છે.કેન્દ્રીય ખાદ્ય મંત્રી અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનની તબિયત લથડી છે. તેમને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેમને એક ભાવનાત્મક ટ્વીટ કર્યુ છે.
તેમને લખ્યું- કે કોરોના કાળના સમયમાં ખાદ્યમંત્રી તરીકે મે નિરંતર પોતાની સેવા દેશને આપી છે, અને દરેક સંભવ પ્રયાસ કર્યો છે કે તમામ જગ્યાએ ખાદ્ય સામગ્રી સમસસર પહોંચી શકે. આ દરમિયાન મારી તબિયત ખરાબ થવા લાગી હતી પરંતુ કામમાં કોઇ ઢીલ ના રહે તે કારણે હું હૉસ્પીટલ નહતો ગયો.
તેમને આગળ લખ્યું કે મારી તબિયત ખરાબ થવાનો અહેસાસ જ્યારે ચિરાગને થયો તો તેના કહેવા પર હું હૉસ્પીટલ ગયો અને સારવાર કરાવવા લાગ્યો હતો. મને આનંદ છે કે આ સમયે મારો દીકરો ચિરાગ મારી સાથે છે, અને મારી દરેક પ્રકારની સેવા કરી રહ્યો છે. મારી સેવાની સાથે સાથે પાર્ટીની દરેક જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યો છે.
મને વિશ્વાસ છે કે પોતાની યુવા વિચારસરણીથી ચિરાગ પાર્ટી તથા બિહારને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે. ચિરાગના દરેક નિર્ણયોની સાથે મજબૂતીથી હુ ઉભો છું. મને આશા છે કે હું પુર્ણ સ્વસ્થ થઇને જલ્દી પોતાનાઓની વચ્ચે આવીશ.
રામવિલાસ પાસવાનના આ ટ્વીટના ભાવનાત્મકની સાથે રાજકીય મહત્વ પણ સામે આવી રહ્યું છે. ખરેખરમાં આ સમયે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને મેદાન ગરમ છે. એલજેપી અને જેડીયુની વચ્ચે ખટપટ ખુલીને સામે આવી રહી છે. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યુ છે કે ચિરાગ પાસવાન કોઇ મોટો નિર્ણય લઇ શકે છે, આવા સમયે રામવિલાસ પાસવાનુ આ ટ્વીટ ખુબ મહત્વનુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion