શોધખોળ કરો
Advertisement
અયોધ્યામાં રામલલાને અસ્થાયી મંદિરમાં કરવામાં આવ્યા શિફ્ટ, CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર
આજે સવારે 3 કલાકે રામજન્મભૂમિ પરિસરમાં આવેલ ગર્ભગૃહમાં રામલલાને સ્નાન અને પૂજા અર્ચના કર્યા બાદ અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા.
લખનઉઃ ભવ્ય રામ મંદિરન નિર્માણનો આજે પ્રથમ તબક્કો પૂરો થયો છે. રામલલા આજે બુધવારે નવરાત્રિના પ્રથમ દિવસે અસ્થાયી ફાઈબર મંદિરમાં શિફ્ટ તઈ ગયા. આ દરમિયાન યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્નાથ પણ હાજર રહે. તેમણે ટ્વીટ કરી તેની જાણકારી આપી.
યોગી આદિત્યનાથએ લખ્યું, “ભવ્ય રામ મંદિરનના નિર્માણનો પ્રથમ તબક્કો આજે પૂરો થયો, મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામ ત્રિપાલથી નવા આસન પર બિરાજમાન. માનસ ભવનની નજીક એક અસ્થાયી ઢાંચામાં ‘રામલલા’ની મૂર્તિને સ્થળાતંરિત કર્યા. ભવ્ય મંદિરના નિર્માણ હેતુ 11 લાખનો ચેક ભેટ કર્યો.”
જણાવીએ કે, આજે સવારે 3 કલાકે રામજન્મભૂમિ પરિસરમાં આવેલ ગર્ભગૃહમાં રામલલાને સ્નાન અને પૂજા અર્ચના કર્યા બાદ અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા. કહેવાય છે કે અસ્થાયી ફાઈબર મંદિરમાં રામલલાના શિફ્ટ કરવા દરમિયાન રામજન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ, ટ્રસ્ટના સભ્ય રાજા બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર, સભ્ય અનિલ મિશ્રા, ટ્રસ્ટના મહાસચિવ ચપંત રાય, દિગંબર અખાડાના મહંત સુરેશ દાસ, અવનીસ અવસ્થી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા.अयोध्या करती है आह्वान... भव्य राम मंदिर के निर्माण का पहला चरण आज सम्पन्न हुआ, मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम त्रिपाल से नए आसन पर विराजमान... मानस भवन के पास एक अस्थायी ढांचे में 'रामलला' की मूर्ति को स्थानांतरित किया।
भव्य मंदिर के निर्माण हेतु ₹11 लाख का चेक भेंट किया। pic.twitter.com/PWiAX8BQRR — Yogi Adityanath (@myogiadityanath) March 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion