Kolkata: કોલકાતાની ઘટના બાદ આ મહિલાનો વીડિયો વાયરલ,કહ્યું- ‘બળાત્કાર ન કરો, અમારી પાસે આવો’
Kolkata: સોનાગાચીની સેક્સ વર્કર્સ પણ કોલકાતામાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથેના ભયંકર બળાત્કાર અને હત્યાથી દુઃખી છે. આ ઘટનાને ઘાતકી અને અત્યંત ભયાનક ગણાવતા તેમણે કહ્યું કે જે લોકો આવો અત્યાચાર કરી રહ્યા છે તેમને રોકવા જોઈએ.
Kolkata: સોનાગાચીની સેક્સ વર્કર્સ પણ કોલકાતામાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથેના ભયંકર બળાત્કાર અને હત્યાથી દુઃખી છે. આ ઘટનાને ઘાતકી અને અત્યંત ભયાનક ગણાવતા તેમણે કહ્યું કે જે લોકો આવો અત્યાચાર કરી રહ્યા છે તેમને રોકવા જોઈએ અને જો તેઓને આવું કરવાનું મન થાય તો તેમણે અમારી પાસે એટલે કે સેક્સ વર્કર પાસે આવવું જોઈએ.
respect pic.twitter.com/8fhg8eJuPD
— Lamist ( he/tler ) (@lamist17) August 21, 2024
કોલકાતાના સોનાગાચી રેડ લાઈટ એરિયાની એક મહિલાએ એક યુવાન ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા બાદ તેના હૃદયદ્રાવક નિવેદનથી લોકોના દિલ જીતી લીધા છે. આ મહિલાએ પુરૂષોને સલાહ આપી છે કે તમે થોડી મિનિટોની વાસના માટે મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરવાને બદલે રેડ લાઈટ એરિયામાં આવો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો તમને સ્ત્રી પ્રત્યે આટલી જ વાસના હોય તો અમારી પાસે આવો. મહેરબાની કરીને મહિલાઓનું જીવન બરબાદ ન કરો. બળાત્કારનો આશરો લઈને તેમનું જીવન બરબાદ ન કરો.
અમારી પાસે અહીં આટલો વિશાળ રેડ લાઇટ એરિયા છે. તમે અહીં આવી શકો છો. અહીં એવી છોકરીઓ છે જે 20-50 રૂપિયામાં કામ કરે છે. તેથી, મહેરબાની કરીને છોકરીઓને ટાર્ગેટ ન કરો જેઓ કામ કરવા માટે બહાર જઈ રહી છે. આપણે માનસિકતા બદલવી પડશે.
હાલમાં તેણીના નિવેદનો વાયરલ થયા છે, જે તેણીને ઓનલાઈન સેન્સેસન બનાવે છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેણીને હીરો તરીકે બિરદાવી અને બળાત્કારીઓને તેની પાસેથી મૂળભૂત માનવતાવાદ શીખવા કહ્યું.
શું હતી ઘટના?
કોલકાતાની સરકારી મેડિકલ કોલેજમાં ઇન્ટરશિપ કરતી લેડી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાતીય હુમલો અને હત્યાની પુષ્ટિ થઈ હતી. આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે. ડૉક્ટરે પીડિતાને બચાવવા ખૂબ મહેનત કરી પરંતુ સફળ ન થઈ શક્યા. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે વિશેષ તપાસ ટીમ બનાવી છે.
મેડિકલની વિદ્યાર્થિની ખૂબ આશાસ્પદ હતી. તેના માતા-પિતા અને તેનું સપનું પૂરું થયું હતું. દિવસ-રાત મહેનત કરીને તે ડોક્ટર બની હતી. . તેની આંખોમાં ઘણા સપના હતા પરંતુ તે બધા સપનાઓ સાથે આ દુનિયા છોડી ગઈ. તેના ચહેરાથી પગ સુધી ઘણા ઘા હતા. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. ગરદન, ગાલ અને હોઠ પાસે બચકા ભર્યાના પણ નિશાન હતા. . જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. એક વિકરાળ ગીધે માસૂમને ફાડી નાખી હોય તેવો તેનો મૃતદેહ હતો. તેઓએ તેના મોંમાં કપડું ભરીને તેની પર ક્રૂરતા કરી હતી. . એક-બે વાર નહીં પણ ઘણી વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા થઈ હતી અને તેને લોહી વહેવા લાગ્યું હતું. પીડિતઓ આ નરાધમના સંકેજામાંથી છુટવાની કોશિશ કરી પરંતુ સફળ થઇ શકી ન હતી.
પશ્ચિમ બંગાળના કોલકાતાની સરકારી મેડિકલ કોલેજમાં કામ કરતા તાલીમાર્થી ડૉક્ટરની આ દર્દનાક કહાણી છે. તે રાબેતા મુજબ નાઈટ શિફ્ટ પર હતી, થોડો આરામ કરવા સેમિનાર હોલમાં ગઈ હતી પણ તેને ખબર નહોતી કે તે ત્યાંથી ફરી ક્યારેય પાછી નહીં આવે. શુક્રવારે સવારે કેજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે દિવસભર હોબાળો થયો હતો. પોલીસે પહેલા તેને આત્મહત્યા ગણાવી હતી પરંતુ અર્ધ નગ્ન શરીરની સ્થિતિ કંઈક બીજું જ કહી રહી હતી. તાલીમાર્થી તબીબના મૃતદેહનું વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે. દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી. પોલીસે હવે તાલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે અને એક આરોપી સંજય રોયની ધરપકડ કરી છે, જે મેડિકલ કોલેજનો હંગામી કર્મચારી છે.
તાલીમાર્થી તબીબ ચેસ્ટ રોગ ચિકિત્સા વિભાગના બીજા વર્ષની વિદ્યાર્થિની હતી અને ગુરુવારે રાત્રે ફરજ પર હતી. રાત્રે જુનિયર ડોક્ટર સાથે જમ્યા બાદ થોડીવાર આરામ કરવા સેમિનાર હોલમાં ગઇ હતી. તે સવાર સુધી પરત ન ફરતાં તપાસ કરતા બાદમાં સેમિનાર હોલમાં અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવી હતી.
આ પણ વાંચો...