શોધખોળ કરો

આ તારીખથી ફરી નિયમિત શરુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો 

કોવિડ-19 (COVID-19)ના કેસોમાં સતત ઘટાડાને જોતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાના નિર્ણય પર લગભગ પહોંચી ગયું છે.

નવી દિલ્હી: સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે 15 માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ શકે છે અને આ માટે ભારતીય એરપોર્ટ પર અસરકારક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, કોવિડ-19 (COVID-19)ના કેસોમાં સતત ઘટાડાને જોતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાના નિર્ણય પર લગભગ પહોંચી ગયું છે. જોકે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સંબંધમાં એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 માર્ચથી ફરી શરૂ થવાની સંભાવના છે. 14 ફેબ્રુઆરીથી અમલી આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકા, આ ફ્લાઇટ્સનાં મુસાફરો માટે એરપોર્ટ પર અનુસરવામાં આવશે."

28 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પર પ્રતિબંધ

ભારતમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી અમલમાં છે. કોવિડ-19 રોગચાળાને કારણે દેશમાં આવી ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020 થી સ્થગિત કરવામાં આવી છે. 'એર બબલ' વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને લગભગ 40 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આગામી બે મહિનામાં, ડોમેસ્ટિક ફ્લાઈટ્સના હવાઈ મુસાફરોની સંખ્યા  કોવિડ-પૂર્વના સ્તરે પહોંચી જશે. તેમણે રાજ્યોને દેશના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જેટ ફ્યુઅલ (ATF) પરનો ટેક્સ ઘટાડવાનો પણ અનુરોધ કર્યો હતો.

કોવિડ રોગચાળા પહેલા ચાર લાખ લોકો ઘરેલુ એરલાઇન્સ દ્વારા દરરોજ મુસાફરી કરતા હતા. રોગચાળાના બીજી લહેર  પછી મુસાફરોની સંખ્યામાં વધારો થયો, પરંતુ નવા સ્વરૂપ ઓમિક્રોનના આગમન પછી તેમાં ઘટાડો થવા લાગ્યો. સિંધિયાએ કહ્યું કે ક્ષમતા અને ભાડા પરની મર્યાદા એક એવું વાતાવરણ બનાવવા માટે લાદવામાં આવી હતી જેમાં તમામ ખેલાડીઓ ટકી શકે અને દરેકને થોડો બજાર હિસ્સો અને આવક મળી શકે. ઑક્ટોબર 18, 2021 થી એરલાઇન્સને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ

Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

Embed widget