શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં 16 ઓગસ્ટથી ખૂલશે ધાર્મિક સ્થળો, જાણો કયા નિયમોનું કરવું પડશે પાલન
નિયમ પ્રમાણે શ્રદ્ધાળુઓ ધર્મસ્થાનોમાં મૂર્તિ કે ધાર્મિક પુસ્તકોની સ્પર્શ નહીં કરી શકે. ધર્મસ્થાનમાં આવતાં તમામ લોકોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત બનાવવામાં આવી છે.
શ્રીનગરઃ દેશમાં અનલોક-3માં અનેક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં 16 ઓગસ્ટથી ધાર્મિક સ્થાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
નિયમ પ્રમાણે શ્રદ્ધાળુઓ ધર્મસ્થાનોમાં મૂર્તિ કે ધાર્મિક પુસ્તકોની સ્પર્શ નહીં કરી શકે. ધર્મસ્થાનમાં આવતાં તમામ લોકોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત બનાવવામાં આવી છે. 60 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિ, બીમારીનો સામનો કરી રહેલા વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધાર્મિક સ્થળોમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર તંત્ર દ્વારા 16 ઓગસ્ટથી વૈષ્ણો દેવી યાત્રા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન થઈ શકે તે માટે તંત્ર એક દિવસમાં 5000 લોકોને જ માતાના દર્શનની મંજૂરી આપશે. જેમાંથી અન્ય રાજ્યોમાંથી આવતા 500 શ્રદ્ધાળુને પણ દર્શનની મંજૂરી આપવામાં આવશે.
અહીં એકા સાથે 600થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. 30 સપ્ટેમ્બર સુધી આ દિશા નિર્દેશ લાગુ રહેશે. શ્રદ્ધાળુઓ સામાજિક અંતરનું પાલન અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારનો ચઢાવો નહીં કરી શકે. દેવી-દેવતાઓની મૂર્તિને પણ સ્પર્શી નહીં શકે.
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર, આજે 1118 કેસ નોંધાયા, સુરતની સ્થિતિ ચિંતાજનક
પ્રણવ મુખર્જીની હાલત અતિ ગંભીર, સર્જરી બાદ રાખવામાં આવ્યા છે વેંટીલેટર પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion