શોધખોળ કરો
Advertisement
પ્રણવ મુખર્જીની હાલત અતિ ગંભીર, સર્જરી બાદ રાખવામાં આવ્યા છે વેંટીલેટર પર
બ્રેઇન સર્જરી બાદ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ વધારે બગડી છે. પૂ
નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલમાં બ્રેઇન સર્જરી થઈ હતી. જે બાદ આજે હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યા મુજબ, તેમની હાલત ગંભીર છે. આર્મી હોસ્પિટલે એક બુલેટિન જાહેર કરીને જણાવ્યું, હાલ તેઓ વેંટિલેટર પર છે.
બ્રેઇન સર્જરી બાદ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ વધારે બગડી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હાલ વેંટિલેટર સપોર્ટ પર છે. બુલેટિન પ્રમાણે પ્રણવ મુખર્જીને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટ, 2020ના રોજ 12.07 કલાકે દિલ્હી કેંટ સ્થિત સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હોવાનું જણાયું હતું. જે બાદ ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
મેડિકલ તપાસમાં તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. પ્રણવ મુખર્જીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, દેવેન્દ્ર ફડણવીસ, શિવરાજ સિંહ ચૌહાણ, કેપ્ટન અમરિંદર સિંહ અનેક રાજકીય નેતાએ તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી.
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને, આજે 1118 કેસ નોંધાયા, સુરતની સ્થિતિ ચિંતાજનક
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા સંજય દત્તની મોટી જાહેરાત, કહ્યું- સ્વાસ્થ્ય કારણોસર લઈ રહ્યો છું બ્રેક
ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ પછી આવ્યો કોરોનાનો કેસ, જાણો શું લેવામાં આવ્યો મોટો નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement