શોધખોળ કરો
દિલ્હીમાં આજે ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડ, મેટ્રૉના કેટલાક સ્ટેશન અને રસ્તાંઓ બંધ રહેશે
રિહર્સલ પરેડ 23 જાન્યુઆરીએ રાજપથથી નીકળીને લાલ કિલ્લા સુધી પહોંચશે, જેની શરૂઆત સવારે 9.50 વાગ્યાથી વિજય ચોકથી થશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના સમારોહની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે દિલ્હીમાં ફૂલ રિહર્સલ પરેડ છે, જે 26મી જાન્યુઆરીએ થવાની છે. જેને લઇને દિલ્હીમાં કેટલાક મેટ્રૉ સ્ટેશનો અને રસ્તાંઓને બંધ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પૉલીસે આને બંધ કરવાનો સમય પણ જાહેર કરી દીધો છે.
દિલ્હી ટ્રાફિક પોલીસ અનુસાર, 23 જાન્યુઆરીએ ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડને લઇને વિજય ચોક, રાજપથ, તિલક માર્ગ, બહાદુર શાહ જફ માર્ગ, નેતાજી સુભાષ ચંદ્ર માર્ગ પર અવરજવર પુરેપુરો પ્રભાવિત રહેશે. બે મેટ્રૉ સ્ટેશનો બંધ રહેશે.
રિહર્સલ પરેડ 23 જાન્યુઆરીએ રાજપથથી નીકળીને લાલ કિલ્લા સુધી પહોંચશે, જેની શરૂઆત સવારે 9.50 વાગ્યાથી વિજય ચોકથી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
