શોધખોળ કરો
Advertisement
સેનામાંથી નિવૃત થઇ વતન પરત ફરેલા ફૌજીનું કરાયું અનોખું સ્વાગત, હથેળી પાથરી કર્યું વેલકમ
મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક એવું દ્વશ્ય જોવા મળ્યું. જેને જોઈને લોકોની આંખો ભીની થઇ ગઇ.નીમચ જિલ્લાના જીરન ગામમાં ફૌજીના સ્વાગતમાં લોકોએ પોતાની હથેળી પાથરી દીધી
મધ્યપ્રદેશ: નીચમ જિલ્લાના જીરન ગામમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અહીં રિટાયર્ડ થઇને ગામ પરત ફરતા સૈનિકને લોકોએ નીચે પગ મૂકવા ન દીધો અને તેના રસ્તા પર પોતાની હથેળી પાથરીદીધી.
ઘટના મધ્યપ્રદેશના નીમચ જિલ્લાની જીરન ગામની છે. અહીં વિજય બહાદુર સિંહ 17 વર્ષ બાદ સેનામાંથી રિટાયર્ડ થઇને ઘરે પરત ફર્યાં. ગામના લોકોએ તેમનું ભવ્ય અને શાલીનતાથી સ્વાગત કર્યું. આવું સ્વાગત જોઇને પૂર્વ ફૌજી પણ ગદગદિત થઇ ગયા, ગામના લોકો માટે પણ આ ગૌરવની ક્ષણ હતી.
રિટાયર ફૌજી જવાને જણાવ્યું કે, 17 વર્ષ 26 દિવસ સેવા આપ્યા બાદ હું સેનામાંથી સેવાનિવૃત થયો છું. ગામના લોકોએ જે રીતે મારી સ્વાગત કર્યું મારા અને મારા પરિવાર માટે યાદગાર ક્ષણ છે. લોકોએ મને જમીન પર પગ ન મૂકવા દીધો, મારા સ્વાગતમાં હથેળી પાથરી દીધી અને અને આગામી જીવન મંગળકારી રહે માટે મને પહેલા મંદિર દર્શનાર્થે લઇ ગયા હતા.
વિજય નાયક 2004માં સેનામાં જોડાયા હતા. તેમણે બેંગાલુરૂમાં પ્રશિક્ષણ લીધું હતું ત્યારબાદ જમ્મુ કાશ્મીર, કારગિલ, લેહ લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જયપુર અને બીકાનેર તૈનાત રહ્યાં.વિજય નાયક હવે સેનામાંથી સેવા નિવૃત થયા બાદ સેનામાં જવા ઇચ્છુક યુવકોને ટ્રેનિગ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion