શોધખોળ કરો

ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત

સંઘના વડા મોહન ભાગવતે શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી

મુંબઇઃ સંઘના વડા મોહન ભાગવતે શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધન કરતા તેમણે ઘણા મુદ્દાઓ પર વિગતવાર વાત કરી હતી. તેમણે ધર્મ પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય મોહન ભાગવતે દેશની વસ્તી પર પણ મોટું નિવેદન આપ્યું છે.

મોહન ભગતે સ્પષ્ટ કહ્યું હતું કે જીવિત રહેવું એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. મનુષ્યની ઘણી ફરજો છે, જે તેણે સમયાંતરે નિભાવતા રહેવું જોઈએ. આ અંગે તેમણે કહ્યું હતુ કે ખોરાક અને વસ્તી વધારવી એ કામ તો પ્રાણીઓ પણ કરે છે. શક્તિશાળી વ્યક્તિ જીવિત રહેશે, એ જંગલનો નિયમ છે. જ્યારે શક્તિશાળી લોકો બીજાની રક્ષા કરવાનુ શરૂ કરશે એ માણસની નિશાની છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં વધતી વસ્તીને લઇને ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ભારત ચીનને પાછળ છોડી દેશે. હવે આ દરમિયાન મોહન ભાગવતનું આ નિવેદન મહત્ત્વનું છે. પોતાના સંબોધનમાં તેમણે વધતી જતી વસ્તી પર સીધું કંઈ ન કહ્યું પરંતુ પશુ અને માનવ વચ્ચેનો તફાવત જણાવતો મોટો સંદેશ આપ્યો હતો.

જો કે, સમારોહમાં સંઘ પ્રમુખે ભારતના વિકાસ પર પણ ઘણી વાતો કરી હતી. . તેમના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ઘણી પ્રગતિ કરી છે, ઘણો વિકાસ જોયો છે. સંઘના વડાએ એ વાત પર પણ ભાર મુક્યો હતો કે અત્યારે જે વિકાસ જોવા મળી રહ્યો છે, તેનો પાયો 1857માં નાખવામાં આવ્યો હતો અને બાદમાં વિવેકાનંદે પોતાના સિદ્ધાંતો સાથે તેને આગળ ધપાવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે ભાગવતનું માનવું છે કે વિજ્ઞાન અને બહારની દુનિયાના અભ્યાસ વચ્ચે સંતુલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જો તમારી ભાષા અલગ હોય તો વિવાદ થાય છે. જો તમારો ધર્મ જુદો હોય તો વિવાદ  છે. તમારો દેશ બીજો હોય તો પણ વિવાદ છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચે હંમેશા વિવાદ રહ્યો છે. આવી સ્થિતિમાં, છેલ્લા 1000 વર્ષોમાં આ વિશ્વનો વિકાસ આવી જ રીતે થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી

Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?

Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari: મનપાના કર્મીઓ ઢોર છોડવા જતા થયો ભારે હોબાળો, ગ્રામજનોએ કર્યો ભારે વિરોધ Watch VideoHun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ

IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન

Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી

'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?

Embed widget