Russia-Ukraine Crisis: યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી, કહ્યું- ‘ગમે ત્યારે સ્થિતિ વણસી શકે છે’
Russia-Ukraine Crisis: યુક્રેનથી લગભગ 242 ભારતીયોને મંગળવારે રાત્રે 11.40 વાગ્યે એર ઈન્ડિયાના વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા.
Russia-Ukraine Crisis: યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મંગળવારે રાત્રે પૂર્વી યુરોપિયન દેશમાંથી 242 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. મળતી માહિતી મુજબ પરત લાવવામાં આવેલા લોકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. મંગળવારે રાત્રે ભારત પહોંચ્યા પછી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું, "પરિસ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે, તેથી ત્યાંથી પાછા ફરવું વધુ સારું હતું."
યુક્રેનથી ભારત પરત ફરેલી હરિયાણાની એક યુવતીના પિતાએ કહ્યું, "ત્યાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ વધુ કોઈ માહિતી નથી. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા અમે અમારા બાળકોને પાછા બોલાવ્યા છે."
ભારત પાછા ફરવા પર, અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, "ત્યાંનું વાતાવરણ એકસાથે બદલાઈ ગયું છે. અત્યારે બધું બરાબર છે પરંતુ આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જેના કારણે અમે પાછા ફર્યા છીએ."
અન્ય એક વિદ્યાર્થીએ વાત કરતા કહ્યું, "યુક્રેન-રશિયા વચ્ચેના તણાવને કારણે માતા-પિતા ખૂબ જ પરેશાન હતા. તેઓ અમારી સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત હતા, તેથી હું ભારત પરત ફર્યો છું.
#WATCH | "The situation is peaceful right now but the tension seems to be building up, feeling good after returning home," said Shivam Chaudhary who is pursuing MBBS in Ukraine said at Delhi airport pic.twitter.com/Vsj31sSTzi
— ANI (@ANI) February 23, 2022
અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, "ત્યાં પ્રવર્તતી પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે. વિદ્યાર્થીઓએ વિલંબ કર્યા વિના પાછા ફરવું જોઈએ." યુક્રેનથી લગભગ 242 ભારતીયોને મંગળવારે રાત્રે 11.40 વાગ્યે એર ઈન્ડિયાના વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. યુક્રેનમાં ચાલી રહેલા તણાવને જોતા ભારતે વધારાની ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, કિવથી દિલ્હીની ચાર ફ્લાઈટ્સ 25 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી અને 6 માર્ચ, 2022ના રોજ ઓપરેટ થશે. આ સિવાય 22 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરીએ બોરિસ્પિલ એરપોર્ટ પરથી ભારતની ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય નાગરિકોને લાવવા માટે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ 22 ફેબ્રુઆરીએ યુક્રેન પહોંચી હતી. બુકિંગ ઓફિસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવી શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
