Banaskantha: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે ભાભરમાં વિરોધ, મહારેલીનું કરાયું આયોજન
ધાનેરા, કાંકરેજ દિયોદર બાદ હવે ભાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું.

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને હવે ભાભરમાં વિરોધ શરૂ થયો હતો. ધાનેરા, કાંકરેજ દિયોદર બાદ હવે ભાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. દિયોદરને જિલ્લો બનાવી ભાભરને દિયોદરમાં સમાવવા માંગ કરવામાં આવી રહી છે. આજે ભાભરમાં બંધના એલાન સાથે મહારેલીનું આયોજન કરવામાં આવશે. દિયોદરને જિલ્લો બનાવી ભાભરને ઓગડનાથ જિલ્લામાં સમાવવા અથવા ભાભરને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા વિભાજનનો ધાનેરામાં વિરોધ યથાવત છે. જડિયા ગામે રાત્રી બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હનુમાન દાદાની આરતી ઉતારી સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને અગાઉ કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર પણ ઉઠ્યા હતા. કાંકરેજનો વાવ-થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ હતી. કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો હતો. શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
