Gold Rate: બજેટ અગાઉ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો સોનાનો ભાવ, જાન્યુઆરીમાં 4400 રૂપિયા થયું મોંઘુ
Gold Rate Hits All-Time High: બજેટ પહેલા માંગમાં જોરદાર ઉછાળાને કારણે સોનાના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા હતા

Gold Rate Hits All-Time High: બજેટ પહેલા માંગમાં જોરદાર ઉછાળાને કારણે સોનાના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા હતા. જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી કરવામાં આવી રહેલી ભારે ખરીદીના કારણે સોનું 83750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 82,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે.
1 જાન્યુઆરી, 2025થી સોનાનો ભાવ 4360 રૂપિયા વધીને 79,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 83,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. બે દિવસના ઘટાડા પછી 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 910 રૂપિયા વધીને 83,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મંગળવારે તે 82,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીના ભાવ 1,000 રૂપિયા વધીને 93,000 રૂપિયા પ્રતિ કિલો થયા છે જે પાછલા કારોબારી દિવસે 92,000 રૂપિયા પ્રતિ કિલો હતા.
એમસીએક્સ પર પણ ફેબ્રુઆરીના વાયદાના સોદા માટે સોનાનો ભાવ 228 રૂપિયા વધીને 80517 રૂપિયાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એપ્રિલ મહિનાનો ભાવ 81098 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. અમેરિકામાં ડોલર ઇન્ડેક્સમાં વધારો અને ગ્રાહક માંગના નબળા ડેટાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે કોમોડિટી બજારમાં સોનાનો વાયદો 2,794.70 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યો હતો.
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "બુધવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. તેનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપેક્ષિત ટેરિફ યોજનાને ધ્યાનમાં રાખીને વેપારીઓ સુરક્ષિત રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે." LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટીઝ અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "બજારના હિસ્સેદારો યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) ના વ્યાજ દર નીતિના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે તાત્કાલિક વ્યાજ દરમાં ઘટાડો અશક્ય લાગે છે, સોનાની આગામી દિશા નક્કી કરવામાં આગળનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહેશે.
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
