SAARC દેશોમાં વિદેશી મંત્રીની બેઠક રદ્દ થઇ, કારણ બન્યું પાકિસ્તાનનો તાલિબાન પ્રેમ
દક્ષિણ એશિયાઇ દેશોના સમૂહ સાર્ક(SAARC)ની બેઠક પાકિસ્તાનના કારણે રદ્દ થઇ છે. પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જિદ્દ કરી રહ્યું છે.
દક્ષિણ એશિયાઇ દેશોના સમૂહ સાર્ક(SAARC)ની બેઠક પાકિસ્તાનના કારણે રદ્દ થઇ છે. પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જિદ્દ કરી રહ્યું છે. પાકિસ્તાનના આ વલણને કારણે મતભેદ સર્જાતા આખરે બેઠક રદ્દ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, સાર્કની બેઠક 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાવવાની હતી. કોરોનાની મહામારીના કારણે 2020માં આ બેઠક ઓનલાઇન યોજાઇ હતી.
પાકિસ્તાનના તાલિબાન પ્રેમના કારણે દક્ષિણ એશિયાઇ દેશોના સમૂહ સાર્ક(SAARC) દેશોના વિદેશ મંત્રીની અનૌપચારિક બેઠક રદ કરી દેવાઇ છે. પાકિસ્તાન આ બેઠકમી તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જિદ્દ પર મક્કમ હોવાથી મતભેદ સર્જાતા બેઠક રદ્ કરાઇ છે. આ મતભેદના કારણે ન્યૂયોર્કમાં 25 સપ્ટેમ્બરે યોજનાર બેઠક રદ્દ કરાઇ છ.
તાલિબાને અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણને ગણાવ્યું ઇસ્લામ વિરોધી
અફઘાનિસ્તાનના કબજા બાદથી તાલિબાન શાસનનો ફરમાનનો ક્રમ સતત ચાલુ છે. હવે તેણે અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે તાલિબાનોએ આશંકા વ્યક્ત કરી છે કે આઈપીએલ દરમિયાન ઈસ્લામિક વિરોધી સામગ્રી પ્રસારિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ મનોરંજનના મોટાભાગના માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ઘણી રમતોનો પણ સમાવેશ થાય છે. મહિલાઓ માટે રમત રમવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર એમ ઇબ્રાહિમ મોમંદે પોતાના એક ટ્વીટમાં આ માહિતી આપી છે. તેમણે લખ્યું, "અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઈપીએલ મેચ દરમિયાન ઈસ્લામિક વિરોધી સામગ્રી પ્રસારિત થવાની શક્યતાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે." તેણે યુએઈમાં ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાયેલી આઈપીએલના બીજા તબક્કાની પ્રથમ મેચ બાદ આ ટ્વિટ કર્યું હતું.